તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લગ્ન મંડપમાંથી ગાડી હટાવવા કારમાલિકની પત્ની પાસેથી કિશોરે ચાવી લીધી, હંકારવા જતા અકસ્માત

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સરવૈયા નગરમાં અકસ્માત બાદ ગાડીમાં તોડફોડ અને ભોગ બનનાર બાળકની ફાઇલ તસવીર - Divya Bhaskar
સરવૈયા નગરમાં અકસ્માત બાદ ગાડીમાં તોડફોડ અને ભોગ બનનાર બાળકની ફાઇલ તસવીર
 • બિલ્ડીંગ નીચે રમી રહેલા બે ભાઇને અડફેટમાં લેતા એકનું મોત થયું હતું, ખાડામાં કૂદતા કારમાલિકનો પુત્રનો આબાદ બચાવ થયો હતો

વાપી સરવૈયાનગરમાં બુધવારે લગ્ન મંડપમાંથી ગાડી હટાવવા કહી કારમાલિક પાસેથી ચાવી લઇ જઇ કિશોરે ગાડી હંકારી બિલ્ડીંગ નીચે રમી રહેલા બે ભાઇને અડફેટમાં લેતા એકનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે મોટા ભાઇના પગમાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ કેસમાં બંને ભાઇ સાથે કારમાલિકનો 9 વર્ષીય દીકરો પણ રમી રહ્યો હતો. અકસ્માત વખતે એક ખાડામાં કૂદી જતા તેનો જીવ બચ્યો હતો. વાપીના સરવૈયાનગર ઇ-1 બિલ્ડીંગમાં રહેતા જુબેર અહેમદ અન્સારીનો 6 વર્ષીય પુત્ર ફરહાન તેના મોટા ભાઇ સુફિયાન સાથે બુધવારે નીચે રમી રહ્યો હતો.

તે સમયે બિલ્ડીંગ સામે ગ્રાઉન્ડમાં લગાવેલા લગ્ન મંડપમાંથી ગાડી હટાવવાનું કહેતા 14 વર્ષીય કિશોર સેન્ટ્રો કાર નં.જીજે-15-સીજે-9568ના માલિક અફઝલ શેખના ઘરે પહોંચ્યો હતો અને કાર હટાવવાનું કહી તેમની પત્ની પાસેથી ચાવી લઇ આવી પોતે જ ગાડી ચાલુ કરીને હંકારતા ત્યાં રમી રહેલા ફરહાન અને સુફિયાનને અડફેટમાં લેતા 6 વર્ષીય ફરહાનનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે 12 વર્ષીય સુફિયાનનો એક પગ કાર નીચે આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સ્થળ તપાસ કરતા જાણવા મળેલ કે, અકસ્માત વખતે બંને ભાઇ સાથે કારમાલિક અફઝ‌લ શેખનો 9 વર્ષીય દીકરો આતિફ પણ રમી રહ્યો હતો. જીવ બચાવવા એક ખાડામાં કૂદી જતા તે કારના ટક્કરથી બચી ગયો હતો. ખાડા ખોદયા બાદ કિનારાના માટીમાં કાર અટકી જતા તે બચી શક્યો હતો. જોકે અકસ્માત થતાં જ આરોપી કિશોર સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો.

બાળક 14 ફુટ સુધી ઘસડાયો હતો
આરોપી કિશોરે પહેલા સેન્ટ્રો કારથી 6 વર્ષીય ફરહાનને ટક્કર મારતા મોટો ભાઇ સુફિયાન તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. જોકે આરોપીએ બીજી વાર પણ કાર હંકારતા બંને ભાઇ તેની અડફેટમાં આવી ગયા હતા. કારના બોનેટ નીચે ફંસાઇને 14 ફુટ સુધી ઘસડાતા નાના ભાઇનું સ્થળ ઉપર મોત થયું હતું.

રોષે ભરાયેલા લોકોએ ગાડીમાં તોડફોડ કરી
અકસ્માતમાં બાળકે જીવ ગુમાવતા આરોપી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થળ ઉપર પહોંચેલા લોકોએ પત્થર મારી ગાડીમાં તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો.

આ કેસમાં આગળ શું થઇ શકે
આ કેસનો આરોપી 14 વર્ષનો બાળકિશોર હોવાથી ધરપકડ બાદ તેને જુવેનાઇલના હિસાબે બાળ અદાલત વલસાડમાં રજૂ કરવામાં આવશે. જ્યાં કોર્ટ દ્વારા અકસ્માતની ગંભીરતા લઇ નક્કી કરાશે કે આરોપીને બાળકોની જેલમાં મોકલાશે કે કેમ. જ્યારે કારમાલિકે કિશોરને ચાવી ન આપતા તેના વિરૂદ્ધ કોઇ ગુનો બનતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો