બેદરકારી:પારડીમાં કોરોના કેસ બાદ તંત્રએ ગંભીરતા ન દાખવી

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીને લઇ ગયાં બાદ કોઇ કાર્યવાહી ન કરાઇ

પારડી સાંઇ સંગ્રીલા અને દમણીઝાંપાની બિલ્ડીંગમાં એક-એક કોરોનાના કેસ આવતાં સ્થાનિકોમાં ડરનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે, પરંતુ શનિવારે કોરોના પોઝિટિવની જાહેરાત બાદ ફલેટના ફલોરને સિલ કરવાની કે સેનિટાઇઝ કરવાની કોઇ કામગીરી કરવામા આવી નથી. કર્મચારીઓ નિરીક્ષણ કરી ચાલી ગયા હતાં. કલેકટરને રજૂઆત બાદ રવિવારે સાંજે મોડે-મોડે કામગીરી કરાઇ હતી. 

પારડી સાંઇ સંગ્રીલ બી બિલ્ડીંગના ચોથા માળે શનિવારે સાંજે એક દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી, દર્દીને કોવિડ 19 હોસ્પિટલમાં લઇ ગયા બાદ તંત્રએ કોઇ ખાસ ગંભીરતા દાખવી ન હતી. ચોથા ફલોટરને સિલ કરવાની કે આ વિસ્તારને સેનિટાઇઝ કરવાની કોઇ કામગીરી કરાઇ ન હતી. રવિવાર સાંજ સુધી કોઇ કામગીરી ન કરાતાં આખરે આ અંગે કલેકટરને રજૂઆત કરાઇ હતી. ત્યારબાદ તંત્ર સફાળુ જાગ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...