તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વાપીના ગુંજનમાં બે દુકાનમાં ચોરી કરી તસ્કરો સીસીટીવીના DVR પણ લઇ ગયા

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈષ્ણવી ગોલ્ડમાંથી દાગીનાની ચોરી, ટ્રાવેલ્સમાંથી રોકડા લઇ ફરાર

વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ બે દુકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. શટરનો નકૂચો તોડી અંદર પ્રવેશીને સોના-ચાંદી અને રોકડાની ચોરી કર્યા બાદ સીસીટીવીના ડીવીઆર પણ તેઓ ઉચકી ગયા હતા. જે અંગે પોલીસને જાણ કરતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાપીના ગુંજન સ્થિત સીબી દેસાઇ ચેમ્બર્સમાં આવેલ વૈષ્ણવી ગોલ્ડ નામની દુકાનમાં દાગીનાની ટેસ્ટિંગ થાય છે. મંગળવારે રાત્રે આશરે ત્રણ વાગે દુકાનના શટરનો નકૂો કાપી અંદર પ્રવેશી ગયા હતા. જ્યાંથી અઢી કિલો ચાંદી અને 28 ગ્રામ સોનાનું લૂઝર કિં.રૂ.1,80,000ની ચોરી કર્યા બાદ બાજુમાં આવેલ નગરશેઠ ચેમ્બર્સના રિદ્ધિ-સિદ્ધિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાં પણ આ જ રીતે નકૂચો તોડી તેઓ અંદર પ્રવેશી ગયા હતા. આ દુકાનમાંથી રોકડા રૂ.500 અને એક સેમસંગ ટેબની ચોરી બાદ કંઇ ન મળતા મંદિર અને ડ્રોઅર ખંગોળી તેઓ ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે બુધવારે સવારે જીઆઇડીસી પોલીસને જાણ કરતા તપાસમાં જાણવા મળેલ કે, આરોપીઓ બંને દુકાનમાં લગાવેલા સીસીટીવીના ડીવીઆર પણ લઇ ગયા છે. જ્યારે બાજુમાં આવેલ ઝેરોક્ષની દુકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરાનો પાવર સપ્લાય તસ્કરો બંધ કરી ગયા હતા. બંને ચેમ્બર્સમાં ઘણી દુકાનો આવેલ છે પરંતુ ત્યાં સીસીટીવી લગાવવામાં આવ્યા જ નથી. તે જ વિસ્તારની એક દુકાનના સીસીટીવીમાં એક ઇસમ કેદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...