બદલી:વાપી પાલિકા COની બદલી અંગે હજુ સ્થિતિ સાફ નહિ

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારનો લેટર આવ્યાં બાદ જ ખબર પડશે

વાપી પાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલની રાજય સરકારે મુળ નોકરીની જગ્યા નર્મદા જળ સંપતિ,પાણી પુરવઠો અને કલ્પસર વિભાગમાં બદલીનો ઓર્ડર કર્યો હતો, પરંતુ શનિવારે પાલિકા વતૂર્ળમાં તેની બદલી અટકી હોવાની ભારે ચર્ચા ચાલી હતી. બીજી તરફ પાલિકાના પદાધિકારીઓના મતે સોમવારે રાજય સરકારનો લેટર આવ્યાં બાદ જ સ્થિતિ સાફ થશે.

વાપી પાલિકામાં લાંબા સમય સુધી ચીફ ઓફિસર તરીકે દર્પણ ઓઝા રહ્યા બાદ સરકારે તેમની બદલી વ્યારા પાલિકામાં કરી હતી. જેની જગ્યાએ નર્મદા જળ સંપતિ,પાણી પુરવઠો અને કલ્પસર વિભાગમના શૈલેષ પટેલને ચીફ ઓફિસર તરીકે નિયુકિત કરાઇ હતી.

પરંતુ શૈલેષ પટેલની બહુ ટુંકા ગાળામાં રાજય સરકારે પુન: મુળ નોકરીની જગ્યા નર્મદા જળ સંપતિ,પાણી પુરવઠો અને કલ્પસર વિભાગમાં બદલીનો ઓર્ડર કર્યો હતો, પરંતુ તેમની બદલીનો ઓર્ડર રદ્ થયો હોવાની ચર્ચા ખુદ પાલિકાના પદાધિકારીઓમાં ચાલી રહી છે.

કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઇએ જણાવ્યું હતું કે ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર રદ અંગેનો લેટર હજુ સુધી આવ્યો નથી. જેથી અત્યારે આ મામલે કશુ કહી શકાય નહિ. આમ ચીફ ઓફિસરની બદલી અંગે હજુ સ્થિતિ સાફ નથી. સોમવારે સરકારના લેટર બાદ સ્થિતિ સાફ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...