વિકાસને વેગ:વાપી નગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સાઇટને અપગ્રેડેશન કરાશે

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સાથે 6 કામોની શનિવારથી કામગીરીનો પ્રારંભ થશે

વાપી પાલિકાની ચંડોર ડમ્પિંગ સાઇડને વિકસાવામાં આવી છે.કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી ચાલી રહી છે. હવે અહી રાશી વન, નક્ષત્ર વન ,ફુટ કોટ સહિત અપગ્રેડેશન કરાશે. શનિવારથી વાપી પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સાઇટને અપગ્રેડેશન સહિત 6 નવા કામોની શરૂઆત નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવશે. વરસાદ બંધ થતાં હવે વિકાસના કામોનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

વાપી પાલિકા વિસ્તારમાં વરસાદ બાદ હવે વિકાસના કામોનો પ્રારંભ થશે. પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય નહાર, કારોબારી મિતેશ દેસાઇ સહિત પાલિકાના પદાધિકારીઓએ ઝડપથી વિકાસના કામોને વેગ આપવાની કવાયત હાથ ધરી છે. જેમાં શનિવારે એકી સાથે પાલિકા વિસ્તારામાં 6 કામોના ખાતમુર્હુત નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવશે.

જેમાં ડુંગરા ડુંગરી ફળિયામાં આવેલાં આઝાદ નગર વિસ્તારમાં નવી પીવાના પાણીની ઓવહેડ ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સંપ તેમજ (ડીઆઇએકે-7) ગ્રેવિટી અને રાઇઝીનિંગ મેઇન પાઇપ લાઇન નખાશે. સુલપડ કોળીવાડ વિસ્તારમાં રણજીતભાઇના ઘરથી નરેશના ઘર સુધી બોક્ષ ગટર બનાવામાં આવશે. મૈત્રી નગરના રસ્તા સિમેન્ટ ક્રોકિટથી બનાવવામાં આવશે. ચલા ચીકુવાડીથી દમણરોડ થઇ પટેલ ફળિયા રોહિતવાસ સુધીમાં કુદરતી કાંસનંુ કામ પણ હાથ ધરાશે.

સત્તાધાર સોસાયટીના રસ્તાઓ બનશે
ચલા દમણ રોડ ટાઇમ સ્કેવરથી કરશનજી પાર્કની હયાત ગટરને જોડતી આરસીસી પાઇપ નાંખી ગટર બનાવવાનું કામ, સત્તાધાર સોસાયટીના મુખ્ય રસ્તા અને આંતરિક રસ્તા બનાવવાનું કામ અને વાપી ન.પાં.ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સાઇટ અપગ્રેડેશન કરવાના કામનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...