તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વાપી ટાઉન પોલીસ સ્ટેશન સામે જ દુકાનનું શટર તુટ્યું

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યૂસની દુકાનમાં 8 હજાર રોકડની ચોરી કરતો ઇસમ કેમેરામાં કેદ થયો

વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સામે આવેલ એક દુકાનમાં રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કર રોકડા રૂપિયા ચોરીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના દુકાનની બહાર અને અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સામે સુપર માર્કેટમાં આવેલ દુકાનમાં શુક્રવારે મોડી રાત્રે એક તસ્કર પ્રવેશી ગયો હતો. આદર્શ જ્યુસ સેન્ટરના શટર ઉંચા કરીને અંદર પ્રવેશ્યા બાદ ગલ્લામાંથી રોકડા રૂ.10,000ની ચોરી કરી સહેલાઇથી તે ફરાર થઇ ગયો હતો. જેની જાણ દુકાનદાર સચીન જૈનને શનિવારે સવારે દુકાન ખોલતા થઇ હતી.

દુકાનમાં ચોરીની જાણ થતા આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી હતી. પોલીસ સ્ટેશનની સામે જ એક તસ્કર દુકાનમાં બિંદાસ્ત પ્રવેશી ચોરી કરી જવાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બે દિવસ અગાઉ જ દેસાઇવાડ સ્થિત એક ફ્લેટમાંથી પણ રોકડાની ચોરી થતા માલિકે આ અંગે પોલીસમાં લેખિતમાં અરજી આપી હતી. જોકે તે અંગે કોઇ એફઆઇઆર કરાયા ન હતા. જ્યુસ સેન્ટરમાં તસ્કર કેવી રીતે પ્રવેશે છે અને ચોરીને અંજામ આપી ફરાર થઇ જાય છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...