તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વાપીમાં બે શોપિંગ સેન્ટરની 5 દુકાનના શટર તૂટ્યાં

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ત્રાટકેલા તસ્કરો રોકડા તેમજ સ્પેર પાર્ટની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

વાપી મેઇન બજારમાં આવેલ બે શોપિંગ સેન્ટરના અલગ અલગ 5 દુકાનોના શટર ઉંચા કરી તસ્કરો રોકડા તેમજ સ્પેર પાર્ટની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ અંગે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. જોકે તસ્કરો સીસી કેમેરામાં કેદ થઇ ગયા છે.

વાપી ટાઉન મેઇન બજારમાં આવેલ અમર માર્કેટ અને કૃષ્ણા માર્કેટમાં બુધવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અલગ અલગ દુકાનોના શટરને કોઇ સાધન વડે ઉંચા કરી અંદર પ્રવેશી રોકડા તેમજ ચીજ-વસ્તુઓની ચોરી કરી ફરાર થઇ જવાની જાણ દુકાનદારોને ગુરૂવારે સવારે થઇ હતી. સવારે દુકાન ખોલવા આવતા બંને શોપિંગ સેન્ટરના કુલ 5 દુકાનોમાં તસ્કરોએ કસબ અજમાવ્યા હોવાનું બહાર આવતા અંદરથી કેટલાની ચોરી થઇ છે તેની માહિતી તેઓ એકત્ર કરવામાં લાગી ગયા હતા.

મળેલી વિગત મુજબ ઇલેક્ટ્રીકની દુકાન, ફુટવેઅર, સ્ટેશનરી, કમ્પ્યુટર સ્પેર પાર્ટ અને કોસ્મેટિકની દુકાનોને તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો. અંદરથી થોડાક રોકડા તેમજ સામાનની ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બુધવાર રાત સુધી આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે આશ્ચર્યની બાબતતો એ છે કે,ઘટનાની રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં પીઆઇ ખુદ ફરજ ઉપર હતા છતા એક સાથે 5 શટરના તાળા તોડી ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...