વિવાદ:લોનના હપ્તા ન ભરતા ફરિયાદ કરનારા શોરૂમના સંચાલકને 4 લોકોએ માર માર્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેઝ બોલ અને પંચથી માર મારતા હોસ્પિટલમાં ખસેડાયા બાદ ડુંગરા પોલીસમાં FIR

વાપી નજીક લવાછામાં રહેતા અને ઓટો સેલ્સ એન્ડ સર્વિસના નામે શો-રૂમ ચલાવતા યુવકે એક ઇસમ સામે ગ્રાહકોના લોનના હપ્તા કંપનીમાં ન ભરનારા ઇસમ સામે ફરિયાદ કરતા તેને રસ્તામાં અટકાવી ચાર લોકોએ બેઝ બોલ અને પંચથી માર મારતા તે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વાપી નજીક લવાછા અંબિકાપાર્ક ખાતે ધનલક્ષ્મી બિલ્ડીંગમાં રહેતા અને દાદરા જલારામ મંદિર પાસે શિવાન ઓટો સેલ્સ એન્ડ સર્વિસના નામે શો-રૂમ ચલાવી તમામ કંપનીની બાઇક રાખી તેનો વેપાર અને બાઇકની સર્વિસ કરી ગુજરાન ચલાવતા રાજ વ્યાસ વિશ્વનાથ પાંડેએ શુક્રવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગુરૂવારે તેઓ શો-રૂમ બંધ કરી મિત્ર સાગર દિપક દુબે રહે.વાપી હરિયા પાર્ક સાથે તેની બાઇક ઉપર ઘરે જવા માટે નીકળ્યા હતા.

ત્યારે દાદરા ગાર્ડન પહોંચતા રિતિક હરેશ પટેલ રહે.ડુંગરા મંદિર ફળિયા એક્ટીવા ઉપર ડબલ સવારી આવી તેમની બાઇક રોકવા પ્રયાસો કરતા મિત્ર સાગરે બાઇક ઉભી ન રાખી આગળ હંકારી મુકતા તેઓ લવાછા પંચાયત સુધી પાછળ આવ્યા હતા. જે બાદ એક નંબર વગરની બાઇક પર અજાણ્યા ઇસમે તેમની સામે પોતાની બાઇક મુકી અવરોધ કરતા સાગરે બાઇક ઉભી રાખી હતી.

તે જ સમયે રિતિક અન્ય વ્યક્તિ સાથે ત્યાં આવ્યો હતો અને તુ એ મારા વિરૂદ્ધમાં એલ.એન.ટી. ફાઈનાન્સ કંપનીના ઓફિસમાં કેમ ફરિયાદ કરેલી તેમ કહી બેઝ બોલથી હાથના બાવડા ઉપર એક ફટકો માર્યા બાદ લોખંડના પંચથી દાઢીના ભાગે ફેંટ મારતા ત્યાંથી લોહી નીકળવા લાગેલ તેમજ સાગરને જાંઘના ભાગે બેઝ બોલથી મારતા તે ત્યાંથી ભાગી ગયો હતો. રિતિકની સાથે આવેલા બે અજાણ્યા ઇસમોએ ગડદા પાટુનો માર મારવાનું શરૂ કરતા રિતિકે બેઝ બોલથી બરડાના ભાગે ફટકા મારી ઇજા પહોંચાડતા બૂમાબૂમ કરવાથી લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થતા તે સેલવાસ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...