કાર્યવાહી:ઉમરગામનો સર્વિસ સ્ટેશન સંચાલક કાર ભગાવતા ઝબ્બે

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ ચાલકે પણ વૃદ્ધને અડફેટે લેતા મોત થયું હતું

વાપી ટાઉન પોલીસની ટીમ શુક્રવારે મેઇન બજારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એક આઇ-ટેન કાર નં.જીજે-15-સીજે-1179 નો ચાલક વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા જોઇ પોલીસે તેને અટકાવવા ઇશારો કર્યો હતો. જે બાદ ચાલક થોડે દૂર જઇને જોરથી બ્રેક મારી ત્યાં ઉભો રહ્યો હતો. કાર સ્પીડમાં ભગાવવાનું કારણ પૂછતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે આરોપી ચાલક શક્તિસિંગ સુરેન્દ્રસિંગ ઉ.વ.29 રહે.શીતલ ટાઉનશીપ ઉમરગામ સામે વાહન અધિનિયમ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી ઉમરગામમાં કાર વોશિંગનો સર્વિસ સ્ટેશન ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. બે દિવસ અગાઉ ચલામાં એક મોપેડ ચાલકે પૂરઝડપે ગાડી હંકારી એક વૃદ્ધને અડફેટે લેતા તેનું મોત થયું હતું. ત્યારે મેઇન બજારમાં કોઇ હોનારત હોત તો કેટલાક લોકો તેની અડફેટમાં આવી શકતા હતા.

અન્ય સમાચારો પણ છે...