તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરદાર ભીલાડવાળા બેંકની 14 માર્ચે યોજાનાર ચૂંટણી માટે ભાજપે સહકાર પેનલ બનાવી 18 પૈકી 14 ઉમેદવારોના ફોર્મ ભરાવ્યાં હતાં. જેમાં 8 ડિરેકટરોને રિપિટ, 6 નવા ચહેરા તથા બાકી ચાર ઉમેદવારોનું રહસ્ય અકબંધ રહેતા હવે શુક્રવારે ફોર્મ ભરશે.વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પારડી વિભાગની બેઠક પરથી ઉમેદવારી નોંધાવતાં સભાસદો અને લોકો પણ ચોંકી ઉઠયા હતાં. બીજી તરફ સામેની હરિફ પેનલના ઉમેદવારો શુક્રવારે ફોર્મ ભરશે.
સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો.ઓપરેટિવ બેંક લિ.ની ચૂંટણી માટે ગુરૂવારે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ સાંસદ કે.સી.પટેલ,જિ.ભાજપ પ્રમુખ હેમંત કંસારાની ઉપસ્થિતિમાં ભાજપની સહકાર પેનલના 14 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા હતાં. અભિનવ પાર્કથી બેંક સુધી રેલી કાઢી પારડી વિભાગમાંથી ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતાં. જેમાં કમલેશ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, અમિત દેસાઇ,ઉદવાડા વિભાગમાંથી માજી ચેરમેન હર્ષદ દેસાઇ,રાજુ રાઠોડ ,વાપી ટાઉન વિભાગમાંથી મહાનંદ શાહ, કુંજલ શાહ,માજી આ.જનરલ મેનેજર હેમંત ભટ્ટ, માજી શહેર ભાજપ પ્રમુખ મિતેશ દેસાઇ,ઉમરસાડી બેઠક પરથી શરદ દેસાઇ, વાપી જીઆઇડીસી બેઠક પરથી પાલિકા સભ્ય જીતુ દેસાઇએ ફોર્મ ભર્યુ હતું.
પારડી વિભાગની બેઠક પરથી વલસાડના ધારાસભ્ય ભરત પટેલ પણ ઉમેદવારી નોંધાવતાં સૌ ચોંકી ઉઠયા હતાં. 18 પૈકી 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. બાકી 4 ઉમેદવારો આજે ફોર્મ ભરશે. વાપીની મહિલા બેઠક પર પારૂલબેન દેસાઇ અને પારડીની મહિલા બેઠક પર ફાલ્ગુનીબેન ભટ્ટે તથા આદિવાસી બેઠક પર પારનેરાના મનિષ પટેલે ફોર્મ ભર્યુ હતું.
આખરે દેવેન શાહે ઉમેદવારી ન નોંધાવી
પારડી વિભાગના ડિરેકટર દેવેન શાહે ચૂંટણી લડવાની ના પાડયા બાદ ગરૂવારે ફોર્મ ભર્યુ ન હતું. જયારે વાપી વિભાગમાંથી દિલિપભાઇ દેસાઇએ ફોર્મ ભર્યુ ન હતું. વાપી ટાઉન વિભાગમાંથી એક બેઠક પર ઉમેદવારી ભાજપમાંથી બાકી છે. શુક્રવારે સ્થિતિ સાફ થશે એવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે પારડીની છ બેઠકમાંથી 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, બાકી ત્રણ નામો માટે મથામણ ચાલી રહી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.