તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એનાલિસિસ:વાપીમાં બીજી લહેરમાં સાૈથી ઓછા 277 કેસ

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રથમ લહેરમાં 600 થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતાં

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં વાપી તાલુકામાં વલસાડ તાલુકાની તુલનાએ ઓછા કેસો આવ્યાં છે. પ્રથમ લહેરમાં વાપીમાં 600 થી વધુ કેસ નોંધાયા હતાં. જે સામે બીજી લહેરમાં 277 કેસ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં વાપી તાલુકામાં કુલ 877 કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે 81 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સરકારી યાદી મુજબના આંકડા છે. બિનસત્તાવાર આંકડા મુજબ વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે હાલ માત્ર 16 લોકો જ કોરોનાની સારવાર હેઠળ છે.

વાપી તાલુકામાં ગુરૂવારે એક પણ કોરોનાનો કેસો નોંધાયો ન હતો. જેને લઇ શહેરીજનો અને તંત્રએ પણ રાહત અનુભવી છે. ખાસ કરીને સેકન્ડ વેવમાં જિલ્લામાં સૌથી વધુ કેસો વલસાડ તાલુકામાં આવ્યાં છે. જયારે વલસાડની તુલનાએ વાપીમાં ઓછા કેસો નોંધાયા છે. પ્રથમ લહેરની શરૂઆતમાં સતત વાપીમાં સૌથી વધુ કેસો આવી રહ્યા હતાં. પ્રથમ 200 કેસો પહેલા વાપીમાં નોંધાયા હતાં. કોરોનાનું એપી સેન્ટર વાપી બન્યુ હતું, પરંતુ સેકન્ડ વેવમાં વાપી તાલુકાનાં ઘણી રાહત રહી હતી.

ખાનગી હોસ્પિટલો હાઉસફુલ હતી. અત્યાર સુધીમાં વાપી તાલુકામાં 877 કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં 600થી વધુ કેસો પ્રથમ લહેરમાં આવ્યા હતાં.બાકીના કેસો સેકન્ડ વેવમાં આવ્યા હતાં. વાપીમાં કોરોનાના મૃત્યુદર ઊંચો હતો. પ્રથમ લહેરમાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ભલે સરકારીયાદી મુજબ 81 લોકો કોરોનાથી મોતને ભેટયા હોવાનું દર્શાવાય છે. પરંતુ વાસ્તિકતા અલગ છે.

ખાનગી હોસ્પિટલોમાં એક સમયે દર્દીઓને બેડ અને વેન્ટીલેટર તથા ઓક્સિજન મળી રહ્યા ન હતાં. સેકેન્ડ વેવમાં જિલ્લામાં દર્દીઓને સારવાર માટે ફાંફાં મારવા પડતા હતાં. હાલ કોરોનાના કેસો ઘટતા હોસ્પિટલોમાં બેડો ખાલી પડ્યા છે. હાલ સતત કોરોનાના કેસો ઘટી રહ્યા છે. રિકવરી રેટ ઊંચો આવી રહ્યો છે.

બીજા વેવમાં ઓક્સિજનની વ્યવસ્થા ગોઠવાઇ
સરકારી યાદી મુજબ અત્યાર સુધીમાં કુલ 773 લોકો સાજા થયા છે. પરંતુ મહત્વની વાત એ છે કે વાપીમાં સેકન્ડ વેવમાં ઓક્સિજનની વ્યવસ્થામાં વધારો થયો છે. વાપી કામદાર અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન અને આરોગ્ય સાધનોમાં વધારો થયો છે. ત્રીજી લહેરની તૈયારી પણ અત્યારથી કરી દેવામાં આવી છે. બીજી લહેરમાં અન્ય શહેરોની સરખામણીએ વાપીમાં કેસો ઓછા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...