તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વાપી GIDC સરદાર ચોક તરફનો માર્ગ એક મહિના માટે બંધ રહેશે

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેઇનની કામ શરૂ કરાતાં અન્ય માર્ગ વિકલ્પ રહેશે

વાપી જીઆઇડીસી સરદાર ચોકથી 40 શેડ (હનુમાન મંદિર) તરફ જતા રસ્તા પર બોક્ષ ડ્રેઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી સતત એક માસ સુધી ચાલનાર છે. જેથી આ માર્ગ હાલ એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ માર્ગની જગ્યાએ નજીકના અન્ય માર્ગનો ઉપયોગ વાહન ચાલકોએ કરવો પડશે. હાલ આ માર્ગ પર સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ છે.

વાપી જીઆઇડીસી કચેરી દ્વારા ગુરૂવારથી સરદાર ચોકથી 40 શેડ (હનુમાન મંદિર) તરફ જતા રસ્તા પર બોક્ષ ડ્રેઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોની રજૂઆતના કારણે આ કામગીરીને મંજુરી મળી છે. એક મહિના માટે સરદાર ચોકથી 40 શેડ ( હનુમાન મંદિર)તરફ જતા રસ્તા પર બોક્ષ ડ્રેઈનની કામગીરી ચાલશે. જેથી આ માર્ગ પર સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ રહેશે.જે માટે જરૂરી બીજા વૈકલ્પિક માર્ગનો વપરાશ વાહન ચાલકોએ કરવો પડશે. જો કે વાહન ચાલકોએ અન્ય નજીકના માર્ગનો ઉપયોગ કરવાનો હોવાથી હાલાકી ભોગવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...