અહીં વાહન ચલાવવું ક્યાં?:એશિયાની સૌથી મોટી ઉદ્યોગનગરી વાપીથી સેલવાસ જતા માર્ગ ઓછો અને ખાડાઓ વધુ!

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એ શિયાની સૌથી મોટી જીઆઇડીસીમાં ગણના થતી વાપી જીઆઇડીસી સ્થિત વાપી-સેલવાસ માર્ગ પર રોજના 20 હજાર નાના મોટા વાહનો પસાર થાય છે. ચોવીસ કલાક વાહનોથી ધમધમતા વાપી-સેલવાસ માર્ગના ચણોદ ચંદ્રલોક એપાર્ટમેન્ટ પાસે આ માર્ગ પર અડધો કિલોમીટરમાં માત્ર ખાડાઓ દેખાય છે. રોડ દેખાતો નથી.

દિવ્ય ભાસ્કરની ટીમે ત્રણ કલાક થી વધુ સુધી સ્થળ પર રહીને માર્ગ પર ખાડાઓનું નિરીક્ષણ કર્યુ હતું. જેમાં અડધો કિ.મી. 200થી વધુ ખાડાઓ જોવા મળી રહ્યાં છે. ખાડાઓના કારણે ટ્રાફિક જામ રહેતા આ માર્ગ ખુલ્લો જોવા મળતો નથી.વાહન ચાલકો ત્રસ્ત બન્યાં છે.

વાપી,દમણ અને સેલવાસના મોટા વાહનોની અવર-જવર
વાપી-સેલવાસ માર્ગને કેન્દ્ર સરકારે નેશનલ હાઇવેમાં સમાવેશ કર્યો છે, પરંતુ હાઇવે ગણાતા આ માર્ગ ખાડાઓેમાં તબદીલ થયો છે. માર્ગ પર વાપી,દમણ,સેલવાસના ઉદ્યોગોના મોટા વાહનોની અવર-જવર રહે છે. છતાં પણ કાયમી ટકાઉ માર્ગ માટે કોઇ પ્રયાસો થયા નથી. વલસાડ અને સંઘપ્રદેશના જનપ્રતિનિધિઓ આ માર્ગને લઇ નિષ્ફળ રહ્યાં છે.

માર્ગની ફેક્ટ ફિગર

  • 14 કિ.મી વાપી-સેલવાસ રોડ વચ્ચેનું અંતર છે
  • 10 વર્ષથી વાહન ચાલકો ખાડાઓવાળા રસ્તે જવા મજબૂર
  • 05 લાખથી વધુ દર વર્ષે પેચવર્કના કામમાં વપરાય છે
  • 04 ઇંચથી વધુ વરસાદ પડતાં જ માર્ગ ખાડામાં ફેરવાઇ છે
અન્ય સમાચારો પણ છે...