કામગીરી:દમણના સમુદ્દ નારાયણ મંદિરથી લઇને પ્રિન્સેસ પાર્ક સુધીનો માર્ગ બંઘ કરાયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસીય કામોને લઇ કલેકટરે જાહેરનામું પાડી પ્રતિબંધ મુકયો

નાનીદમણના સમુદ્દ નારાયણ મંદિરથી લઇને જેટી સુધીના દરિયા કિનારે હાલમાં બાંધકામ સહિત અન્ય વિકાસીય કાર્યો થઇ રહ્યા છે. જેને લઇને પર્યટકો અને રાહદારીને કોઇ જોખમ ઊંભુ ન થાય એ માટે દમણ જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને આ દરિયા કિનારા ઉપર અવરજવર ઉપર પ્રતિબંધ મુકતો આદેશ કર્યો છે.

નાની દમણના સમુદ્ર કિનારે ચાલી રહેલા નિર્માણ કાર્ય તથા રસ્તાના કાર્યમાં પર્યટકોની મુલાકાત તથા તેમના વાહનોની અવરજવરને લઈ ચાલી રહેલા નિર્માણ કાર્યમાં અવરોધ થઇ રહ્યો હોવાને કારણે દમણ જિલ્લા કલેકટરે તપસ્યા રાઘવે રવિવારે એક જાહેરનામું બહાર પાડીને કલમ 144 લગાવી આ વિસ્તારને લોકોની અવરજવર માટે બંધ કર્યો છે.\nસંઘપ્રદેશ નાની દમણના દરિયા કિનારા પર પર્યટકોની અવર જવર પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે.

પ્રદેશના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તપસ્યા રાઘવે નોટિફિકેશન દ્વારા જાણકારી આપી હતી કે, નાની દમણના સમુદ્ર નારાયણ મંદિરથી લઈને દેવકા પ્રિન્સેસ પાર્ક હોટલ સુધી દરિયા કિનારા પર રસ્તા તથા અન્ય વિકાસીય કાર્યનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ચાલી રહેલા નિર્માણ કાર્યની વચ્ચે પર્યટકોના વાહનો તથા નાગરિકોની અવર-જવરના કારણે નિર્માણ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. નિર્માણ કાર્યનું કામ કરી રહેલી એજન્સીના માણસોને પણ અનેક અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

સાથે અહીંથી પસાર થતા લોકો અને પર્યટકોની સલામતી પણ જોખમાય રહી હોઈ. ત્યારે ચાલી રહેલા નિર્માણ કાર્યને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ હેતુથી પ્રદેશના કલેકટરે ફોજદારી કાર્યવાહી ની સંહીતા 1973 ની કલમ 144 ની આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ વિસ્તારમાં વાહનો, પર્યટકો તથા અન્ય નાગરિકોની અવરજવર પર બીજો આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...