કામની પોલ ખોલી:કપરાડા તાલુકાના વાડીગામે જૂનમાં બનેલો માર્ગ પાણીમાં ધોવાયો

નાનાપોઢા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ગુનસા જતો માર્ગના હાડપિંજર નીકળતા કામની પોલ ખોલી

જિલ્લામાં મંગળવારથી ફરી વરસાદેનું જોર પકડ્યું છે. જિલ્લાના કપરાડા તાલુકામાં પણ મેઘરાજાએ થોડો વિરામ બાદ ફરી ગાંડોતૂર બન્યો છે. સાત દિવસ સતત વરસાદ વરસ્યા બાદ અમુક કલાક વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અગાઉ વરસેલા તોફાની વરસાદથી નદી નાળામાં પૂર ઓસર્યા હતા. મળસ્કેથી ફરી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નદી નાળાઓ ઉપર લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યાં છે. પાણી ઉતર્યા બાદ અંતરિયાળ વિસ્તારમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

અંતરિયાળ પહાડી અને છેવાડાના વિસ્તારમાં આવેલા વાડીગામના મધ્યમાંથી પસાર થતી ખાડી પણ સતત ચાર દિવસ સુધી તોફાની સ્વરૂપે વહી રહી હતી. આથી ખાડી પર બનાવવામાં આવેલા પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા. પાણી ઓસરતાં વાડીગામના રસ્તાના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાડી ઉપર નાંખવામાં આવેલા નાળાના હાડપિંજર વરસાદે ભારે ધોવાણ કર્યા છે.

પુલનો મોટોભાગ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. આ ખાડી તોફાની સ્વરૂપે વહી રહી હતી ત્યારે ચાલકે બેદરકારી ભરી જીપને જોખમમાં મૂકી ખાડી પસાર કરવા પ્રયાસ કર્યો હતો. એ વખતે પાણીના વહેણની નીચે પુલ ધોવાઈ ગયો હોવાથી જીપ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી. સદનસીબે જીપમાં સવાર ચાલકને અને અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

જોકે, જ્યાં જીપ ફસાઈ હતી ત્યાં પાણી ઉતર્યા બાદ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. પુલ આખો ધોવાઈ ગયા છતાં વાહન વ્યવહાર અને લોકોની અવરજવર પણ બંધ થઈ છે. છતાં જીવને જોખમમાં મૂકી અને ચાલકો અને રાહદારીઓ ખાડી નજીકથી પસાર થતા વહેણમાંથી પસાર થવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...