વાપી તેરી દમણગંગા મેલી:નદીમાં હજુ પણ પ્રદૂષિત પાણી છોડવાનું ચાલુ જ છે

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી-નામધા તરફ દમણગંગા નદીમાં હજુ પણ કલરયુક્ત પાણી જોવા મળી રહ્યું છે. કેટલાક એકમો પ્રદુષિત પાણી છોડતાં નદીનો કલર બદલી રહ્યો છે. અનેક રજૂઆતો અને ફરિયાદો જીપીસીબીને કરવા છતાં પણ પ્રશ્ન ઉકેલાયો નથી. થોડા દિવસો પહેલા જ પ્રદુષિત પાણીના મુદે જીપીસીબીની ટીમે તપાસ કરી હતી. દમણગંગા નદીમાં પ્રદુષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કયારે થશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.

કાયમી અધિકારી ન હોય બેરોકટોક પ્રદૂષણ
વાપી જીપીસીબી કચેરીમાં રિઝયન ઓફિસર તરીકે બી.આર.ગજજરની નિવૃતિ બાદ સુરતના અધિકારીને વાપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઘણાં મહિનાઓ બાદ પણ વાપી જીપીસીબીમાં કાયમી અધિકારીની નિમણૂંક કરવામાં આવી નથી. પરિણામે પ્રદુષણ છોડતા એકમોને સીધો ફાયદો થઇ રહ્યો છે. જીપીસીબી દ્વારા મોનિટરિગ વધારવામાં આવ્યુ છે એવા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ હજુ સુધી પ્રદુષણ ફેલાવતા એકમો સામે કોઇ કાર્યવાહી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...