કામગીરી:નાની વહિયાળમાં 50 લોકોના રેસ્કયુ કરાતાં અસરગ્રસ્તોએ હાશકારો અનુભવ્યો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે તાત્કાલિક ટીડીઓને જાણ કરાતાં ફાયર બિગ્રેડની ટીમ સ્થળ પર પહોંચી

ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામ નજીકથી પસાર થતી પાર નદી પણ ભયજનક સપાટીથી ઉચેથી વહી રહી છે.જેના પગલે નદીનું પાણી નદી કિનારે આવેલાં નવી નગરીમાં પ્રવેશતા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યુ હતું.જેને લઇ લોકો ગભરાયા હતાં.

સ્થાનિક વોર્ડ સભ્ય જયપાલ બી ડબકીયાએ સમય સૂચકતા વાપરી સરપંચ વિનોદ પટેલને જાણ કરતા સરપંચે મામલતદાર અને ટીડીઓ ધરમપુરને જાણ કરતા અધિકારીઓ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યું ટીમ સાથે આવી પહોંચી આશરે 50થી વધુ લોકોનું રેસક્યું કર્યું હતું.જોકે હજુ વરસાદ બંધ ન થાય તો પરિસ્થિતિ ગંભીર બનવાની શક્યતા રહેલી છે .હાલે રેસ્ક્યું કરેલા તમામને નજીક આવેલા ઘરોમાં આસરો અપાયો છે .જરૂર પડે હાઈસ્કૂલમાં સ્થળતર કરાશે તેમ માજી સરપંચ જયેશ પટેલ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...