મરામત કામગીરી:વાપીથી પારડી સુધીના હાઇવે પર મરામતની કામગીરી અધૂરી

વાપી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો પહેલા જ કલેકટરે NHIA ને 7500નો દંડ કર્યો હતો

વાપી,ઉદવાડા અને પારડી હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરોટી ઓફ ઇન્ડિયા દ્વારા મરામત કામગીરી ચાલી રહી છે, પરંતુ સલવાવ,ઉદવાડા સહિતના સ્થળોએ અધુરી કામગીરી જોવા મળી રહી છે.જેના કારણે રાત્રી દરમિયાન અકસ્માતનો ભય વધી રહ્યો છે. થોડા દિવસો પહેલાં જ જિલ્લા કલેકટરે એનએચઆઇએને હાઇવે પર લાઇટિંગ અને બ્લેકસ્પોટના મુદ્દે બેદરકારીના કારણે 7500નો દંડ પણ કર્યો હતો. ​​​​​​

ભીલાડથી ડુંગરી સુધીના નેશનલ હાઇવે પર આઇઆરબી દ્વારા સંચાલન છોડી દેવાયા બાદ મરામત કામગીરીમાં સતત વેઠ ઉતારવામાં આવી રહી છે. તાજેતરમાં જિલ્લા કલેકટરે એનએચઆઇએને હાઇવે પર લાઇટિંગ અને બ્લેકસ્પોટના મુદ્દે બેદરકારીના કારણે 7500નો દંડ કર્યો હતો. છેલ્લા થોડા દિવસોથી વલસાડથી વાપી સુધીના હાઇવે પર ડામર સહિતની મરામત કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અધુરી છોડી મુકવામાં આવતાં રાત્રી દરમિયાન વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

હાઇવે પર તરત કામગીરી પૂર્ણ ન થતાં વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સલવાવ,ઉદવાડા હાઇવે પર ડામર રોડની કામગીરી અધુરી છોડી મુકાતા વાહન ચાલકો અકળાયા છે. જેના કારણે નિદોર્ષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવાની સંભાવના છે. નોકરિયાત વર્ગ સતત અકસ્માતનો ભય સેવી રહ્યાં છે. જિલ્લાનું તંત્રએ એનએચઆઇએ સામે એકશન લીધા બાદ પણ કોઇ કામગીરી જોવા મળી રહી નથી. સાંસદ અને જનપ્રતિનિધિઓ ઉચ્ચતરીય રજૂઆતની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...