ભીલાડવાળા બેન્કમાં હવે આરબીઆઇના નવા નિયમોના કારણે શાસકો પાસેથી ધીમે-ધીમે સત્તા ઓછી થઇ રહી છે. કારણ કે બીઓએમની રચના,પગારદાર એમ.ડી. બાદ હવે આરબીઆઇ દ્વારા બેન્કના વહીવટની દેખરેખ માટે સ્પેશિયલ સુપરવાઇઝર મુકી દીધા છે.
સરદાર ભીલાડવાળા બેન્કમાં ગુરૂવારે બોર્ડ ડિરેકટર્સની બેઠક ચેરમેન જીતુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં મળી હતી. ડિરેકટરોની હાજરી વચ્ચે નવા વાઇસ ચેરમેન પારૂલબેન દેસાઇની નિમણૂંકનો ઠરાવ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં 7 કરોડના ધિરાણને બહાલી આપવામાં આવી છે. ખાસ કરીને આરબીઆઇએ બેન્કને પાઠવેલા પત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં આરબીઆઇ દ્વારા હવે બેન્કના વહીવટ પર દેખરેખ રાખવા હવે સ્પેશિયલ સુપરવાઇઝર આશુતોષ જેસ્વાલની નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ આરબીઆઇની સૂચના બીઓએમની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ એમ.ડી.તરીકે પગારદાર વ્યક્તિને રાખવાના આદેશના કારણે જનરલ મેનેજરને વિજય દેસાઇને એમ.ડી. તરીકે નિમણૂંક અપાઇ છે. આરબીઆઇ હવે સહકારી ક્ષેત્રોની બેન્કો પર ચૂંટાઇને આવતાં શાસકોની સત્તા પર કાપ મુકી રહી હોવાનું અનુભુતિ થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.