વાપી નોટિફાઇડ બોર્ડ મેનેજમેન્ટની ગુરૂવારે મળેલી બોર્ડ બેઠકમાં 97 કરોડના વાર્ષિક બજેટને બહાલી આપવામાં આવી હતી.ખાસ કરીને નોટિફાઇડ સભ્ય હેમંત પટેલે મિત્સુ નામની ખાનગી કંપનીને નોટિફાઇડ દ્વારા ટેકસ અને પેનલ્ટીમાં માફી કયા કારણે આપવામાં આવી તે અંગેનો પ્રશ્ન રજુ કર્યો હતો.જેમાં આ મામલે સરકાર પાસે નોટિફાઇડ ખુલાસો માંગવામાં આવશે તેવું નક્કી કરવામા આવ્યું હતું. આ ઉપરાંત વાપી જીઆઇડીસીમાં પાણી વેરો આ વર્ષે 10 ટકાની જગ્યાએ 5 ટકા જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાપી નોટિફાઇડ બોર્ડની બેઠક ગુરૂવારે ચેરમેન સતિષ પટેલની અધ્યક્ષતામાં મળી હતી.ડીએમ સહિતના અધિકારીઓ તથા સભ્યોની હાજરીમાં વાર્ષિક 97.84 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. પાણી માટે 170 કરોડ, ડ્રેનેજ માટે 140 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. નોટિફાઇડના સભ્ય અને ભાજપ પ્રમુખ હેમંત પટેલે બોર્ડ બેઠકમાં જણાવ્યું હતું કે સી ટાઇપ મસ્જિદની બાજુમાં નોટિફાઇડે માર્જિન પાડી દબાણ દુર કરવું જોઇએ.અહી બિલખાડી તરફનો રસ્તા બનાવામાં આવે તે જરૂરી છે.
જયારે નોટિફાઇડ દ્વારા મિત્સુ કંપનીને કરોડો રૂપિયાના ટેક્સ અને પેનલ્ટીની માફી કયા કારણોસર કરવામાં આવી છે તે પ્રશ્ન રજુ કર્યો હતો. સાથે શાળા-કોલેજને માફી જીઆઇડીસી કેમ આપતી નથી તે પ્રશ્ન પણ પુછયો હતો. ટ્રાન્સપોર્ટ નગરની જગ્યામાં કોર્મશિલ પ્લોટિંગ અંગેનો પ્રશ્ન સહિત વિગતવાર રજૂઆત કરી હતી. ટેકસ માફી અંગે સરકારમાં પત્ર લખી ખુલાસો માગવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકમાં નોટિફાઇડ સભ્ય શરદભાઇ દેસાઇ,ચૈતન્ય ભટ્ટ,સીઓ દેવેન્દ્ર સગર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
આ નિર્ણયો પણ લેવામાં આવ્યાં
{ ચાઇનીઝ ગલીમાં લારી-ગલ્લાહ હટાવાશે પાર્કિંગ એરિયા ખાલી રાખવા નવેસરથી માપણી કરાશે { વાપીગુંજન રોડ પર લારીઓ દબાણો હટાવાનો નિર્ણય ,આડેધડ પાર્કિંગ બંધ કરવામાં આવશે { વાપી અંબામાતા મંદિરની પાછળ જગ્યા માર્જિન નક્કી કરી દબાણકર્તા હટાવી જગ્યા ખુલ્લી કરાશે { વાપી રોટરી સર્કલને પહોળુ કરીને રોડ મોટો કરવો,અંડર ગ્રાઉન્ડ કેબલથી તૂટેલાબ્લોક સરખા કરાશે { નોટિફાઇડમાં 968 સ્ટ્રીટ લાઇટો ચાલુ થઇ રહી છે આગામી 15 દિવસમાં કામ પૂર્ણ કરવું { વાપી ગ્રીન સ્પેશમાં દબાણ દુર કરવું તથા આડેધડ પાર્કિંગ કરતાં વાહન ચાલકોને રોકવામાં આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.