ચૂંટણીની તૈયારી શરૂ:વાપી પાલિકામાં 5 પંચાયતોને સમાવવાનો પ્રશ્ન અધ્ધરતાલ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ

વાપી શહેરને અડીને આવેલી પંચાયતોમાં છેલ્લા દશ વર્ષમાં વસ્તીમાં ધરખમ વધારો થયો છે. જેથી વાપી પાલિકામાં નજીકની ચણોદ, છીરી,છરવાડા,બલીઠા,ચંડોર સહિતની પંચાયતોને સમાવવા અંગે અગાઉ અભિપ્રાયો સરકારે માંગ્યાં હતા. કેટલીક પંચાયતોએ આ મુદે વાંધાઓ રજુ કર્યા હતા. આ પંચાયતોને પાલિકામાં સમાવવા અંગેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઇ જાહેરાત કરી નથી. હાલ વાપી પાલિકાની ચૂંટણીની જાહેરાત ઓકટોમ્બરના અંત સુધીમાં થવાની હોય મતદારયાદીની પ્રક્રિયા ચાલી રહી છે. કોઇ નિર્ણય લેવાઇ તેવી સંભાવના ઓછી છે.

એક વખત ચૂંટણી પછી વિભાજન થશે
રાજકીય તજજ્ઞના જણાવ્યાં મુજબ હાલ વાપી પાલિકા અને પંચાયતોની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. પંચાયતોના વિભાજનની પ્રક્રિયા ચૂંટણી પહેલા થતી હોય છે. આ સાથે પાલિકામાં અન્ય વિસ્તારના સમાવેશની દરખાસ્ત બાદ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ગત ટર્મના સિમાંકન મુજબ વાપી પાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પછી એટલે કે એક ટર્મ બાદ પંચાયતોમાંમ વસ્તી વધતાં વિભાજન અથ‌વા પાલિકામાં મર્જ કરવાની પ્રક્રિયા થશે તે નિશ્રિત છે.

અન્ય સમાચારો પણ છે...