તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના ઉદ્યોગોને રાહત:4 વર્ષથી ચાલતા વાપી જીઆઇડીસીના 91 ઉદ્યોગોને એક્સપાન્સનનો પ્રશ્ન હવે હલ થશે

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન એન્વાયરોના ડિરેકટરોને જીપીસીબીના ચેરમેને ગાંધીનગર બોલાવ્યા

વાપીના 91 ઉદ્યોગોને એક્સપાન્સનની મંજુરીનો પ્રશ્ન 4 વર્ષથી ઉકેલાયો નથી. વીઆઇએની અનેક રજૂઆતો છતાં પણ મંજુરી મળી શકી નથી,પરંતુ તાજેતરમાં વાપીની મુલાકાતે આવેલાં જીપીસીબીના ચેરમેન સમક્ષ ગ્રીન એન્વાયરોના ચૂંટાયેલા ડિરેકટરોએ આ મુદે રજૂઆત કરી હતી. જેમાં ગ્રીન એન્વાયરોના ડિરેકટરોને જીપીસીબીના ચેરમેને ગાંધીનગર સમગ્ર રિપોર્ટ સાથે બોલાવતાં હવે લાંબા સમયથી ચાલતાં પ્રશ્ન ઉકેલાશે એવી માહિતી મળી છે.

વાપી જીઆઇડીસી વિસ્તારના 91 ઉદ્યોગોને એક્સપાન્સન માટે 4 વર્ષ અગાઉ જીપીસીબીએ મંજુરી આપી હતી,પરંતુ સીઇટીપી વિસ્તૃતીકરણનો પ્રશ્ન હોવાથી મંજુરી મળી શકી નથી. આ અંગે વીઆઇએ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પ્રશ્ન હલ થઇ શકયો નથી. તાજેતરમાં જીપીસીબીના ચેરમેને વાપીની મુલાકાત દરમિયાન ગ્રીન એન્વાયરોના ડિરેકટર ચેતન પટેલ,એસએસ સરના અને મહેશ પંડયાએ રજૂઆત કરી હતી. જેમાં ચેતન પટેલે રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે માત્ર 502 એકમો તથા સુએઝ વોટર સીઇટીપી ઇનલેટમાં એફલુઅન્ટ જાય છે. આમ છતાં 5 એમએલડીની ક્ષમતા વધી શકે છે. જેથી 91 ઉદ્યોગો એક્સપાન્સન કરી શકે તેમ છે.

આ મુદે જીપીસીબીના ચેરમેન સંજીવ કુમારે ગ્રીન એન્વાયરોના ડિરેકટરોને ડિટેલ્સ રિપોર્ટ સાથે ગાંધીનગર ખાતે બોલાવામાં આવ્યાં છે. જેથી ચાર વર્ષથી ખોરંભે પડેલા વાપીના 91 ઉદ્યોગોને એક્સપાન્સનની મંજુરીનો પ્રશ્ન હવે ઉકેલાશે. જેથી વાપીના ઉદ્યોગોને રાહત થશે. આ ઉપરાંત સીઇટીપીના 55 એમએલડીના પ્લાન્ટને 70 એમએમલડી કરવા ડિરેકટરો દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જીપીસીબી ચેરમેને પણ આ મુદે હકાત્મક અભિગમ દાખવ્યો હોવાની માહિતી મળી રહી છે. આમ હવે કેટલા સમયમાં 91 ઉદ્યોગોને એક્સપાન્સનની મંજૂરીનો કાયમી પ્રશ્ન ઉકેલાય તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...