મત્સ‍યોદ્યોગને પ્રોત્સાહન:રાજયમાં ચોરવાડ પહેલા ઉમરસાડીમાં ફ્લોટિંગ જેટીનો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના 1600 કિમી દરિયા કિનારે મત્સ‍યોદ્યોગને પ્રોત્સાહન મળશે

ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારે મત્સ્યોદ્યોગની મોટી શકયતાઓ છે. જેને ધ્યાનમાં લઈ માછીમારો માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવા સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતગર્ત રાજયમાં પાઇલોટ પ્રોજેકટ તરીકે વલસાડ જિલ્લાના ઉમરસાડી અને ચોરવાડમાં આધુનિક ફ્લોટિંગ જેટીનો પ્રોજેક્ટનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે,પરંતુ ઉમરસાડી દરિયા કિનારે જેટની કામગીરી શરૂ થઇ ચુકી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે.જયારે ચોરવાડમાં હજુ ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં સાગરખેડૂના વિશાળ હિત માટે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાદી દરિયા કિનારે રૂા.24.65 કરોડના ખર્ચે તૈયાર મત્સ્ય ઉતરાણ કેન્‍દ્રની (ફલોટિંગ જેટી સાથે) કામગીરી ચાલી રહી છે. સરકારે મંજુરી આપતાં ખુદ નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ કામગીરીની શરૂઆત કરાવી હતી. જુની જેટીથી માછીમારોના રહેણાંક સુધી સિવિલ વર્ક થશે. તાજેતરમાં ગાંધીનગરના અધિકારીઓની હાજરીમાં ઉમરસાડી ખાતે નાણામંત્રીની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી.

જેમાં બાંધકામની કામગીરી 15 અોગષ્ટ સુધીમાં તથા સમગ્ર પ્રોજેક્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતું. આ પ્રોજ્કેટથી હજારો માછીમારોને પોતાના વ્યવસાય માટે નવી સુવિધા મળી રહી છે.આ ફ્લોટિંગ જેટીની કામગીરીમાં કોન્‍ક્રીટ પોનટુન, સી.સી. પ્‍લેટફોર્મ કમ વાર્ફ વોલ, એપ્રોચ રોડ, ઓકસન હોલ વિથ ટોઇલેટબ્‍લોક અને નેટ ટ મેન્‍ડીગ શેડ,શેડફોર બોટ રીપેર એન્‍ડ ફયુઅલીગ પોઈન્‍ટનો સમાવેશ થાય છે.

જેટીના કારણે ઉમરસાડી દરિયા કિનારાનો પણ વિકાસ થશે. બીજી તરફ ઉમરસાડીની સાથે મંજુર થયેલી ચોરવાડની જેટી માટે હજુ ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી ઉમરસાડી ખાતે સૌ પ્રથમ ફ્લોટિંગ જેટીનું નિર્માણ થશે. ડ્રેઝિંગ દરમિયાન રેતી બહાર લઇ જવાશે નહિ : સામાન્ય રીતે નદી અથવા દરિયા કિનારા આગળના પ્રોજેક્ટોમાં રેતી ખનનની પ્રવૃતિ ચાલતી હોય છે, પરંતુ ઉમરસાડી જેટીના પ્રોજેક્ટમાં ડ્રેઝિંગ દરમિયાન રેતી બહાર લઇ જવામાં આવશે નહિ એવી સૂચના આપવામાં આવી છે. રેતીનો ઉપયોગ ડ્રેનેજ અને કામમાં કરવામાં આવશે. જેથી રેતી ખનનનો પણ પ્રશ્ર રહેશે નહિ.

અન્ય સમાચારો પણ છે...