વાપીના ચણોદ ગ્રામપંચાયતમાં આવેલી ખ્યાતનામ એક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના સંચાલકે કેટલાક સમયથી એક મહિલાની છેડતી કરી બિભત્સ વાતો કરતો હોવાની ફરિયાદ લઇ મહિલા અને તેના પતિ ગુરૂવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહિલાએ પોલીસ સટેશનમાં અરજી આપતા આ સ્કૂલના સંચાલકને પોલીસ સ્ટેશને લઇ આવી હતી. જ્યા પોલીસ સ્ટેશનમાં છેડતી કરતો આ સંચાલકે પોતાની ભૂલ માની મહિલાના પગ પકડી માફી માંગી હતી. લેખિતમાં પણ માફી માંગી આગળ કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી.
મહિલાના ઘરના લોકોએ એને આગળ ભવિષ્યમાં છેડતી નહીં કરવાની લેખિતમાં બાંહેધરી અને માફી લખાવી હતી.\nઆ પ્રકરણમાં મહિલાએ વધુ કાર્યવાહી ન કરવાનું જણાવતા સ્કૂલ સંચાલકને પોલીસે ચેતવણી આપી છોડી દેવાયો હતો.અહીં મહત્વની વાત એ છે કે, આ વ્યક્તિ જે એક સ્કૂલ ચલાવે છે એ સ્કૂલમાં મહિલા શિક્ષક સાથે જ ગર્લ સ્ટુડન્ટ પણ અભ્યાસ કરે છે. આ સંજોગમાં શાળાના સંચાલકને છોડી મુક્વા કેટલો યોગ્ય છે એ સવાલ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.