તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વાપી ગ્રીન એન્વાયરોમાં સીઓ CFOની જગ્યા 2 માસથી ખાલી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CO માટે 25, CFO માટે 15થી વધુ ઉમેદવારો

વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ.માં સીઓ અને સીએફઓએ રાજીનામુ આપતાં બે માસથી આ બંને જગ્યા ખાલી છે. હાલ ચૂંટાયેલા ડિરેકટરો કારભાર સંભાળી રહ્યાં છે. વાપી સીઇટીપીનું મોનિટરિંગ કરતી વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ.માં બે માસ પહેલા સીઓ અને સીએફઓ બંનેએ રાજીનામુ ધરી દીધુ હતું.

આ બંને પદો માટે નવા ઉમેદવારોની નિમણૂંક હજુ સુધી કરાઇ નથી.જેના કારણે સીઇટીપીનું મોનટરિંગ ચૂંટાયેલા ડિરેકટરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સીઓ અને સીએફઓની નિમણૂંકની કવાયત હાથ ધરાઇ છે. જેમાં સીઓ માટે 25થી વધુ તથા સીએફઓ માટે 15થી વધુ ઉમેદવારોએ એપ્લાય કર્યુ છે. આ અંગે દિવ્ય ભાસ્કરે પુછતાં ચૂંટાયેલા ડિરેકટર ચેતન પટેલે જણાવ્યુ હતું કે સીઓ અને સીએફઓની નિમણૂંકની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. આમ હાલ તો ગ્રીન એન્વાયરોનો કારભાર સીઓ અને સીએફઓ વગર ડિરેકટરોએ કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...