સમસ્યા:ફેસબુક પર કપલ ચેલેન્જના ફોટોનું મોર્ફીંગ થવાથી સાઇબર ક્રાઇમની શક્યતા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપલોડ કરેલા ફોટો તાત્કાલિક ડિલીટ કરવા પોલીસની અપીલ

ફેસબુકના માધ્યમથી કપલ ચેલેન્જ જેવી અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં આડેધડ ફોટો અપલોડ કરાતા તે ફોટોનું મોર્ફીંગ થવાથી સાયબર ક્રાઇમની પૂરેપૂરી શક્યતા હોય જિલ્લા પોલીસે તાત્કાલિક અપલોડ કરેલા ફોટો ડિલીટ કરવા લોકોથી અપીલ કરી છે.

હાલમાં ફેસબુકના માધ્યમથી કપલ ચેલેન્જ જેવી અલગ અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં લોકો આડેધડ કપલ ફોટો અપલોડ કરી રહ્યા છે. જે ફોટોનું “મોર્ફીંગ” થવાના કારણે સોશિયલ મિડીયામાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમના બનાવો બને છે. ફેસ બુકમાં આ પ્રકારની કોઇપણ ચેલેન્જના નામે કોઇ ભ્રમિત થઇને કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટો અપલોડ નહીં કરવા તેમજ ફોટો અપલોડ કરેલ હોય તો તાત્કાલિક ડિલીટ કરવા જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે. કોઇ ફોર વ્હીલ વાહન ચલાવતા આવડતું ન હોય છતાં તે વાહનની ડ્રાઇવર સીટ પર બેસીને નીકળી પડીએ તો ઍક્સિડન્ટ જ થાય. તે પ્રકારે સાયબર સલામતીના નિયમોને સંપૂર્ણપણે જાણ્યા સમજ્યા વિના સોશિયલ મિડીયાનો ઉપયોગ કરશો તો અવશ્ય સાયબર ક્રાઇમનો ભોગ બની જશો. હાલમાં ફેસબુક પર કપલ ચેલેન્જનું અભિયાન વલસાડ જિલ્લામાં પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઇ વલસાડ જિલ્લા પોલીસે લોકોને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. કારણ કે, ફેસબુક પર કપલ ચેલેન્જના ફોટાનું મોર્ફિગ થવાની સંભાવના છે જેથી સાયબર ક્રાઇમની ફરિયાદો વધી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...