તપાસ:ગર્ભવતિ મહિલા આરોપી માટે પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ તબીબી ટીમ રખાઇ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યાની આરોપી બબીતા બે દિવસના રિમાન્ડ પર

વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વૈશાલીની હત્યામાં ચાલતી અટકળોનો શનિવારે અંત આવ્યો છે. વૈશાલી પાસે ઉછીના વ્યાજે લીધેલા લાખો રૂપયાની ઉઘરાણી અને રૂપિયા પરત આપવાના પડે એટલે હત્યાનું કાવતરૂં રચનારી મહિલા બબીતા જિજ્ઞેશ કૌશિક હાલમાં ગર્ભવતિ હોવાથી ડિલિવરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. શનિવારે પારડી પોલીસે વૈશાલીની હત્યામાં આરોપી બબીતા કૌશિકની ધરપકડ કરી છે. આરોપી બબીતાને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ લઇ તપાસ હાથ ધરી છે.

જોકે, બબીતાનો ગર્ભવતિનો નવ માસ ચાલતો હોવાથી પોલીસે પારડી પોલીસ સ્ટેશને એક એમ્બ્યુલન્સ અને ડોકટર સહિત તબીબની ટીમ હાજર રાખી છે. બબીતાને પોતાના ધંધા માટે સમયાંતરે વૈશાલી પાસે 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. વૈશાલીએ આ રૂપિયાની ઉઘરાણી કરતા બબીતાએ સોપારી આપીને હત્યાનો પ્લાનિંગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...