સંઘપ્રદેશ દાનહના સેલવાસ અને વાપીને જોડતો મુખ્ય માર્ગ વાપી સિલ્વાસા રોડ છેલ્લા કેટલાય મહિનાઓથી જગ્યાએથી સાવ તૂટી ગયો છે. સિલ્વાસા શહેરને જોડતા પીપરીયા પુલ પાસે આવેલા લવાછા ગામમાં રસ્તો સાવ જર્જરિત થઈ ગયો છે. રોડની હાલત બદતરથી બદતર બની ગઇ છે જેને લઇ અકસ્માતની સંભાવના વધી છે.
વલસાડ જિલ્લા જાહેર બાંધકામ વિભાગ આંખ આડા કાન કરીને બેઠું છે ત્યારે આ કોંક્રીટ રોડ પર મોટા મોટા ખાડાઓને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે.\nવાપી સેલવાસ મુખ્ય માર્ગ ઉપર પીપરિયા બ્રિજ અને લવાછા નજીક માર્ગ ઉપર પડેલા મોટા ખાડામાં ચાલક તેમના વાહનોને પણ સાચવવામાં અસમર્થ છે. છેલ્લા ઘણા મહિનાઓથી રોડની હાલત બદતર બની હોવા છતાં જિલ્લાનું જાહેર બાંધકામ વિભાગ દ્વારા કોઇ કામગીરી ન કરાતા ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.