તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચણોદના રહીશની અરજીનો નિકાલ ન થતાં રાવ કરાઇ

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાબદારો એકબીજાને ખો આપતા કંટાળ્યો

વાપી ચણોદ રહેતાં અશોકભાઇ ડાયાભાઇ ટેલરે કુંતા ગામના તલાટીને જનમન અભિયાન હેઠળ તુમાર મેળવવા માટેની અરજી કરી હતી. પરંતુ આરટીઆઇમાં માહિતી માગતાં માહિતી અરજદારને આપી ન હતી. તલાટી દ્વારા રેવન્યુ વિભાગનો પ્રશ્ન હોવાનું જણાવ્યુ હતું. જેને લઇ અરજદારે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. છેલ્લા વાપી મામલતદારને અરજીનો નિકાલ કરવા રજૂઆત કરી છે. હજુ સુધી એક-બીજાને જવાબદારો ખો આપતાં અરજીનો નિકાલ ન થયો હોવાનું અરજદાર અશોકભાઇ ટેલરે જણાવ્યુ હતું. મામલતદારને રજૂઆત બાદ પ્રશ્ન હલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...