કોલેજનું નિર્માણ થશે:સરકારી સાયન્સ કોલેજનું કાયમી મકાન પારડી હાઇવે નજીક બનશે

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 એકરની જમીનમાં 20 કરોડના ખર્ચે કોલેજનું નિર્માણ થશે

પારડી અને ભીલાડ સાયન્સ કોલેજને મંજુરીને થોડા વર્ષો થઇ ચુકયાં છે. કોલેજ પણ કાર્યરત થઇ ચુકી છે, પરંતુ પારડી સરકારી સાયન્સ કોલેજ માટે હજુ સુધી બિલ્ડીંગ બની શક્યું નથી. અનેક વખત રજૂઆતો અને વિવાદો બાદ પણ બિલ્ડીંગનું નિર્માણ થયું નથી. પરંતુ રવિવારે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટોકેમિકલ્‍સ મંત્રી કનુભાઇ દેસાઇએ પારડી તાલુકા પંચાયતની કચેરીનું ખાતમર્હુત પ્રસંગે જણાવ્યું હતું કે પારડી આઇટીઆઇ નજીક પરમ પ્રણામ દર્શનાલય નજીક હાઇવે પાસે સરકારી સાયન્સ કોલેજના બિલ્ડીંગનું નિર્માણ કરાશે.

અંદાજીત 3 એકરમાં 20 કરોડના ખર્ચે આ પ્રોજેકટ પૂર્ણ કરાશે. લાંબા સમયથી સાયન્સ કોલેજના બિલ્ડીંગ મુદે વિવાદો ચાલી રહ્યા હતા, પરંતુ હવે હવે ફાઇનલ નિર્ણય આવ્યો છે. હવે કેટલા સમયમાં સાયન્સ કોલેજનું નિર્માણ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

2.40 કરોડના કામોના ખાતમુર્હુત કરાયા
રવિવારે પારડી તાલુકા માટે રૂા.2.40 કરોડના ખર્ચે તાલુકા પંચાયત, રૂા. 38 લાખના ખર્ચે સીડીપીઓ રૂા.1.05 કરોડના ખર્ચે પારડીનું પશુ સારવાર કેન્દ્ર, તેમજ રૂા.90 લાખ પ્રમાણે મોટાવાઘછીપા, ઓરવાડ, રોહિણાના પશુ સારવાર કેન્દ્રોના 3 મકાનો મળી રૂા. 2.70 કરોડ સાથે કુલ રૂા. 6.50 કરોડના ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...