તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણનો બચાવ:પારડી સ્મશાનગૃહમાં હવે એક અગ્નિદાહ પાછળ 170 કિલો લાકડાની બચત થશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3.35 લાખના ખર્ચે બ્લોવર સિસ્ટમવાળી આધુનિક લાકડાની સગડી ફીટ કરાઇ

પારડી સ્મશાનગૃહમાં ઓછા લાકડાનો વપરાશ થાય તે માટે 3 લાખનાં ખર્ચે લાકડાની ભઠ્ઠી લાવવામાં આવી છે.જેમાં માત્ર 80કિલો લાકડાથી એક મૃતકનાં અગ્નિસંસ્કારમાં વપરાશ થશે .જયારે આમ એક મૃતકનાં અગ્નિસંસ્કારમાં 250 થી 270 કિલો લાકડાનો વપરાશ થતો હતો.પારડીમાં શ્રી પારડી સ્મશાનગૃહ દ્વારા સૌરાષ્ટ્રનાં જુનાગઢ નજીક કેશોદથી લાકડાની ભઠ્ઠી 3.35લાખનાં ખર્ચે લાવવામાં આવી છે.જેમાં એક મૃતકનાં અગ્નિસંસ્કાર પાછળ માત્ર 80 કિલોે લાકડાનો વપરાશ થશે.જયારે તે પહેલા 250 કિલો થી 300 કિલો સુધી લાકડાનો વપરાશ થતો હતો.

તેમાં અગાઉ એક મૃતક પાછળ અઢીથી ત્રણ કલાકનો સમય જતો હતો. જયારે હવે એક થી દોઢ કલાકનાં સમયમાં જ એક મૃતક પાછળ સમય જશે.તે બાબતે પારડી સ્મશાનગૃહનાં સેક્રેટરી સંજય બારિયાએ જણાવ્યું કે હાલમાં જે લાકડાની ભઠ્ઠી લગાવવામાં આવી છે. તેમાં બ્લોવર સિસ્ટમના કારણે હીટ વેસ્ટેજ નથી થતી તેનાં કારણે હીટ લાકડાની ભઠ્ઠીમાં રહે છે.જેને લઇ ઓછા લાકડામાં જ એક વ્યકિતનાં અગ્નિદાહ માં વપરાશ થાય છે.જયારે ખુલ્લી લાકડાની ભઠ્ઠીમાં હીટ બહાર ચાલી જાય છે.તેનાં કારણે વધુ લાકડાનો વપરાશ થાય છે. જેથી પર્યાવરણનો બચાવ થાય છે. હવે ઓછા લાકડાનાં વપરાશમાં મૃતકનો અગ્નિદાહ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...