આપઘાત:ઉમરગામના લકવાગ્રસ્ત આધેડે ટ્રેન નીચે પડતું મુક્યું

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોટેલની નોકરી છૂટી જતાં હતાશ હતો

ઉમરગામના અંકલાશ ગામે રહેતા 53 વર્ષીય આધેડે શનિવારે બપોરે વાપી રેલ્વે સ્ટેશન સ્થિત ડાઉનલાઇન ટ્રેક ઉપર માલગાડી નીચે પડતું મુકી જીવન ટુકાવ્યું હતું. મૃતક છેલ્લા કેટલાક સમયથી લકવાની બીમારીથી પીડાતા હોવાને લઇ નોકરી પણ છૂટી જતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. વાપી રેલવે સ્ટેશને શનિવારે બપોરે સાડા બારેક વાગ્યાના સુમારે મુંબઇથી આવી રહેલી ગુડ્સ ટ્રેનની સામે આધેડ ઉભા રહી જતા ગંભીર ઇજાના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

બનાવ અંગે વાપી રેલવે પોલીસને જાણ થતાં જમાદાર ચંદ્રકાંત ગામીત અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ ઉમરગામના અંકલાશ ગામે રહેતા 53 વર્ષીય જગદીશ ખુશાલભાઇ પંડિત તરીકે થઇ છે.

મૃતકને લકવા જેવી ગંભીર બીમારીને લઇ હલનચલન કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. અગાઉ તેઓ એક હોટેલમાં નોકરી કરતા હતા. જે નોકરી બીમારીના કારણે છૂટી જતા તેઓ બેકાર હતા. આમ બેકારી, બીમારી અને આર્થિક સંકળામણ ને લઇ જગદીશ પંડિતે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. વાપી રેલવે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...