તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • The Pangolin Cage Was Filled From The Premises Of Krishi Vigyan Kendra In Ambheti, The Forest Department Was Informed That The Pangolin Was Moving.

હાશકારો:અંભેટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પરિસરમાંથી દીપડો પાંજરે પૂરાયો, વન વિભાગને દીપડો ફરતો હોવાની માહિતી મળી હતી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવારે નાનાપોંઢા વન વિભાગને મળેલી માહિતી મુજબ અંભેટી ગામે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરિસરમાં દીપડો દેખાયા હોવાના સમાચાર બપોરના સમયે મળતાં નાનાપોંઢા આરએફઓ તથા તેમની ટીમે દીપડો પકડવા પાંજરૂં ગોઠવી દેતા રાત્રિના સમયે દીપડો પાંજરે સફળતા પૂર્વક પૂરાઇ ગયો હતો. રાત્રે જ વેટરનરી ડોક્ટર દ્વારા દીપડાનો હેલ્થ ચેકઅપ કરાવતા તે એકદમ તંદુરસ્ત અને સંપુર્ણ સ્વસ્થ હાલતમાં હોવાનું જણાઇ આવતા દીપડાને મંગળવારે વહેલી સવારે ડાંગના જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવાયો હતો. દીપડો પાંજરે પૂરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...