તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દમણમાં ફૂટવેરની દુકાનમાં ગાંજો વેચતો માલિક ઝબ્બે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 કિલો 244 ગ્રામ ગાંજો કબજે લેવાયો

દમણના ડાભેલ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલી ફૂટવેરની દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની મળેલી બાતમીના આધારે બુધવારે પોલીસે રેઇડ કરી હતી. દુકાનમાંથી 2 કિલો 244 ગ્રામ સાથે માલિકની ધરપકડ કરી છે.

સંઘપ્રદેશના ડીઆજીપી વિક્રમજીત સિંગના માર્ગદર્શન અને નાની દમણના એસએચઓ શોહિલ જીવાણની સૂચનાથી બુધવારે દમણના ડાભેલ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી કાજલ ફૂટવેર નામક દુકાનમાં પીએસઆઇ સ્વાનંદ ઇનામદારની ટીમે છાપો માર્યો હતો. દુકાનમાં એક પ્લાસ્ટિકની ડોલમાં નાના નાના પ્લાસ્ટિકના પાઉંચમાં પેક કરેલો 2 કિલો 244 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દુકાન ચલાવતા પ્રદીપકુમાર બિન્દ રહે. ડાભેલ મૂળ રહે. સુલતાનપુર, ઉત્તરપ્રદેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ગાંજો કયાંથી અને કેવી રીતે લઇ આવતો હતો. તેની સાથે ગાંજાના આ રેકેટમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...