તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:વાપી નપાના આશ્ર્યસ્થાનમાં સહયોગ સંસ્થાએ જમવા સહિતની વ્યવસ્થા કરી

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રખડતાં તેમજ માથે છત ન હોય તેવા લોકો માટે આર્શીવાદ

વાપી સુલપડ ખાતે ઘરવિહોણા થયેલા અને રસ્તા પર રખડતા ભિક્ષુકો માટે માનવ મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં તેમને રહેવા અને ખાવા-પીવાની તમામ સુવિધાઓ અપાય છે. 15 દિવસ પહેલા જ શરૂ થયેલા આ માનવ મંદિરમાં હાલ 10 લોકો રહેવા માટે આવી ગયા છે. જ્યારે અહીંનું સંચાલન કર્તા યતીનભાઇ શાહએ વધુમાં વધુ જરૂરિયાતમંદો લાભ લે તેવી અપીલ કરી છે.

વાપી તેમજ આસપાસના વિસ્તાર અને મંદિરો બહાર આપણે અનેક ભિક્ષુકોને જોઇને મદદ માટે વિચારતા પણ હોઇએ છીએ પણ ક્યારેય રૂપિયા તો ક્યારેય ભોજન આપી સંતોષવો પડે છે. આવા જરૂરિયાતમંદ, ઘરવિહોણા અને ભિક્ષુકો માટે વાપી નગર પાલિકા દ્વારા દિનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન શહેરી ઘર વિહોણા માટે આશ્રય સ્થાન હેઠળ સુલપડ ખાતે હોલ તૈયાર કરાયો છે.

જેમાં 4 હોલ બનાવવામાં આવ્યા છે. એક હોલમાં 25 લોકો માટે બેડ અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું સંચાલન સહયોગ હેલ્પીંગ હેન્ડ દ્વારા કરાઇ રહ્યું છે. સહયોગ માનવ મંદિરમાં ભિક્ષુકોને લઇ આવી સૌથી પહેલા નહડાવીને શેવિંગ કરાવી પરફ્યુમ મારીને નવા કપડા પહેરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને રહેવા માટેની તમામ સુવિધાઓ પુરી પડાય છે.

આ સુવિધાઓ પ્રદાન કરાય છે:તમામ શરણાર્થીને સ્વચ્છ રાખવા તમામ સુવિધા, સ્વચ્છ કપડા, દરરોજ ચા-નાસ્તો, બપોર-સાંજ ભરપેટ પૌષ્ટીક ભોજન, મેડિકલ ટ્રીટમેન્ટ, ચેકઅપ કેમ્પ, રોજગાર અપાવવા, સરકારી યોજનાના લાભ, શ્રેષ્ઠ મોટીવેશનલ સ્પીકર,ડોક્ટરની ટીમ દ્વારા દરેકને શ્રેષ્ઠ જીવન જીવવા પ્રેરીત કરવા

10 લોકો પરિવારની જેમ રહે છે : સહયોગ હેલ્પિંગ હેન્ડના સંચાલક યતીનભાઇ શાહ રોજ રાત્રે પેટ્રોલીંગમાં નીકળે છે અને ઠંડીમાં રસ્તા પર ધ્રુજતા લોકોને માનવ મંદિરમાં લઇ આવે છે. હાલ અહીં વાપીના અલગ અલગ વિસ્તારથી 10 લોકોને લઇ આવ્યા છે. જેઓ ઓવરબ્રીજની નીચે ઘણાં વર્ષોથી ભીખ માંગીને જીવી રહ્યા હતા. હાલ આ તમામ એક પરિવારની જેમ રહી રૂમને પોતે જ સ્વચ્છ રાખીને એકબીજાને મદદગાર થાય છે.

રોટી ,કપડા અને મકાન મળી ગયા
હું કુંભારવાડમાં શિવમંદિરની સામે રસ્તા પર જ રહેતો હતો. લોકો ઇચ્છા મુજબ જમવાનું આપી જતા હતા. મુળ નવસારીનો છું પણ વાપીમાં વર્ષોથી રહું છું. થોડા દિવસ પહેલા સાહેબ લોકોની ટીમ મારી પાસે આવી હતી અને માનવ મંદિરે લઇ આવતા હાલ મને 67 વર્ષની ઉંમરે રોટી, કપડા અને મકાન મળી ગયા છે. ભગવાન તેમનું ભલું કરે. - ચંદુભાઇ ફુલાભાઇ પટેલ

ભિક્ષુકોને લાવવા ખુબ તકલીફો પડે છે
રસ્તા પર રખઢતા અને જીવન વ્યતીત કરતા લોકો પાસે જઇ મદદ કરવા જણાવતા તેઓ ગભરાઇ જતા હોય છે. પ્રેમથી વાત કરતા તેમને શંકા જાય છે કે કોઇ જગ્યાએ રૂમમાં પૂરી દેવાશું. જોકે અહીં આવ્યા બાદ ફ્રેશ થતા જ તેમને પોતે જ લાગે છે કે તેઓ ભીખ માંગવા માટે બન્યા જ નથી. આ લોકોને પણ જીવન સારી રીતે વીતાવવાનો પૂરેપૂરો હક્ક છે - યતીનભાઇ શાહ, સંચાલક, સહયોગ હેલ્પીંગ હેન્ડ, વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો