ભાસ્કર એક્સક્લુઝિલ:વાપીનો જૂનો રેલવે ‌ફાટક સપ્તાહમાં કાર્યરત થશે, આજથી ટ્રાયલ

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ પર ભારે ટ્રાફિક જામ, રેલવે ગરનાળામાં પાણી ભરાવા થતો હોય ઓવરબ્રિજ તોડવાની કામગીરી પૂર્વે જુના ફાટક ખોલવાની કવાયત

વાપી રેલવે ઓવરબ્રિજનના પ્રોજેક્ટ પૂર્વે ટ્રાફિકના ભારણને હળ‌વું કરવા વાપી જુના રેલવે ફાટક અને બલીઠાના ફાટકને કાર્યરત કરવાની તૈયારી ચાલી રહી છે. રેલવે વિભાગના અધિકારીના મતે વાપી ડેપો સામે જુના રેલવે ફાટક હવે માત્ર એક સપ્તાહમાં કાર્યરત કરવામાં આવશે.જેના કારણે પૂર્વથી પશ્રિમમાં અવર-જવર કરતાં રોજના 20 હજારથી વધુ વાહન ચાલકોને મોટી રાહત થશે. બ્રિજ પર ભારે ટ્રાફિક જામ અને રેલવે અંડરપાસમાં વરસાદી પાણીના ભરાવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.

રાજ્ય સરકારે નવા વાપી ફલાય ઓવરબ્રિજ માટે 141 કરોડ મંજુર કરતાં મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રાફિક નિયમનના અભાવે હજુ સુધી આ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઇ શકી નથી. બ્રિજની કામગીરી પૂર્વે રેલવે વિભાગ અને વહીવટી તંત્રએ ‌પૂર્વથી પશ્રિમમાં અવર-જવર માટે વાપી ડેપોની સામે જુના રેલવે ફાટકને કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ સાથે બલીઠા ફાટકને પણ પહોળું કરવાની કામગીરી ચાલી હતી. હાલ વાપી જુના ફાટકના કાર્યરત કરવાની તમામ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. ગુરૂવારથી ત્રણ દિવસ માટે અહીં ટેસ્ટીંગની કામગીરી થશે. એક સપ્તાહમાં જુના ફાટકને કાર્યરત કરવાની તૈયારી રેલવે વિભાગે હાથ ધરી છે. જેના કારણે પૂર્વથી પશ્ચિમ તરફ અવર જવર કરતાં રોજના 20 હજારથી વધુ વાહન ચાલકોને મોટી રાહત થશે. છેલ્લા થોડા મહિનાથી જુના ફાટક પાસે કામગીરી ચાલી રહી હતી, પરંતુ હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

પાલિકાના પદાધિકારીઓએ રજૂઆત કરી હતી
વાપી પાલિકાના પદાધિકારીઓ, વીઆઇએ સહિત અનેક આગેવાનોએ ટ્રાફિકના કારણે પડેલી રહેલી મુશ્કેલી દૂર કરવા જુના ફાટકને કાર્યરત કરવાની માગ રેલવે સમક્ષ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા જ વાપી રેલવે સ્ટેશને એઆરએમને રજૂઆત કરવામાં આવી હતી. જેથી હવે રેલવે વિભાગે પણ ઝડપથી જુના ફાટકને કામચલાઉ ધોરણે ચાલુ કરવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે.

એક સપ્તાહમાં ફાટક શરૂ કરી દેવાશે
વાપી જુના ફાટકને કાર્યરત કરવાની રજૂઆતો આવી છે. અહીં રેલવે વિભાગની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. ગુરૂવારથી ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાશે. ત્રણ દિવસ સુધી આ કામગીરી ચાલશે. સમગ્ર કામગીરી પૂર્ણ થતાં હવે એક સપ્તાહમાં કામચલાઉ ફાટક કાર્યરત કરી દેવામાં આવશે.જેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.> અરુણ ત્યાગી, એઆરએમ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...