તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RBIની નવી ગાઇડલાઇન:નવા રૂલ્સથી SBPP બેંકના ચેરમેન, MD સહિત પાંચ ડિરેકટરોને સીધી અસર થશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MLA, MP પાલિકા સભ્યો ડિરેકટર પદે રહી શકશે નહિ

સરદાર ભીલાડવાળા બેન્કમાં રાજકારણ નહિ લાવવાની મોટી મોટી વાતો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો, પરંતુ હાલ આરબીઆઇએ નવી પોલીસીની જાહેરાત કરી છે. જેમાં સહકારી અને કો-ઓપેરિટિવ બેન્કોમાં સાંસદ, ધારાસભ્ય, પાલિકા સભ્યો ડિરેકટર પદે રહી શકશે નહિં. જેથી આરબીઆઇના નવા ફતવાથી બેન્કના ચેરમેન, એમડી, સહિત કુલ 5 ડિરેકટરોને સીધી અસર થઇ રહી છે.

બેન્કના સત્તાધીશોએ આરબીઆઇની નવી ગાઇડલાઇનને મંગાવી છે. બેન્કના જનરલ મેનેજર વિજયભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે આરબીઆઇની નવી ગાઇડલાઇનનો સંપૂર્ણ અભ્યાસ કરાશે. જયાં ડિરેકટરો પૈસા લઇને સેવા આપે છે ત્યાં આ નિયમ લાગુ પડે છે એવું પણ જાણવા મળ્યુ છે. બીજી તરફ આરબીઆઇની આ જાહેરાતથી રાજકરણમાં ભારે ચર્ચા છે. 5 ડિરેકટરો ભીલાડવાળા બેન્કમાંથી હટી જાય તો નવાને સ્થાન મળશે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

વલસાડના MLA - 5 ડિરેકટરોના પદ જોખમમાં
ભીલાડવાળા બેન્કના ચેરમેન જીતુ દેસાઇ વાપી પાલિકાના સભ્ય છે. એમડી પારૂલબેન પરેશ દેસાઇ એમડી છે જેઓ પણ પાલિકાના સભ્ય છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ પણ સૌૈ પ્રથમ બેન્કના રાજકરણમાં આવીને ડિરેકટર બન્યાં છે. પારડી પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન સભ્ય ફાલ્ગુનીબેન ભટ્ટ પણ ડિરકટર છે. આ સાથે કો-ઓપ્ટ ડિરેકટર દિલિપભાઇ દેસાઇ પણ વાપી પાલિકાના કારોબારી અધ્યક્ષ છે. જેથી આરબીઆઇના નવા ફતવાથી બેન્કના ચેરમેન,એમડી, સહિત કુલ 5 ડિરેકટરોને સીધી અસર થઇ રહી છે. બેન્કના સત્તાધીશોએ આરબીઆઇની નવી ગાઇડલાઇનને મંગાવી છે.

અન્ય સમાચારો પણ છે...