તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આખેર હવે વાપી ESIC હોસ્પિટલમાં નવા કોરોનાના દર્દીને સારવાર મળશે

વાપી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીના દાખલ કરવા માટે માપદંડો પણ નક્કી કરાયા

વાપી ઇએસઆઇસી હોસ્પિટલમાં 50 બેડો તથા ઓક્સિજનની સુવિધા સાથે કોરોનાના દર્દીની સારવાર શરૂ કરવામાં આવી છે. અગાઉ અનેક ફરિયાદો બાદ અહી નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો હાઉસફુલ બનતાં ઇમરજન્સીમાં નવા કોરોનાના દર્દીને સારવાર મળી રહેશે. આ માટે કેટલાક માપદંડો નકકી કરાયા છે. જેના કારણે દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવશે. જેને લઇ લોકોને આશિંક રાહત થશે.

વાપીની કોવિડ ખાનગી હોસ્પિટલોમાં બેડ,વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ઘટી રહી છે. નવા દર્દીઓને પ્રવેશ ઝડપથી અપાતો નથી. જેને લઇ પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને વીઆઇએની ટીમે વાપી-સેલવાસ રોડ પર આવેલી વાપી ઇએસઆઇસી હોસ્પિટલમાં સુધારા માટે ધારદાર રજૂઆત કરી હતી. જેના પગલે આ હોસ્પિટલમાં પારડી સીએચસીના સુપરીટેન્ડન એચ.પી.સિંગને નોડલ ઓફિસર તરીકે મુક્યાં છે.

ઇમરજન્સી કેસોમાં જે દર્દીને તાત્કાલિક સારવારની જરૂર છે. અહી સારવાર અપાશે. કારણ કે ખાનગી હોસ્પિટલ અને વલસાડ હોસ્પિટલ હાઉસફુલ બનતાં નવા દર્દીઓએ કયાં જવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. હાલ અહી 50 બેડ સાથે ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. વેન્ટિલેટરની સંખ્યા ઓછી છે,પરંતુ કોરોનાના દર્દીને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

ESICમાં વેન્ટિલેટર પરત લાવવા જરૂરી
વાપી ઇએસઆઇસી હોસ્પિટલમાં કોરોનાના કેસો વધતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા વેન્ટિલેટર મોકલાવામાં આવ્યા હતાં. જેના કારણે હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછત છે. કોરોનાના દર્દીને ઓક્સિજન અને વેન્ટિલેટરની પહેલા જરૂર પડે છે. જેથી વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી પરત વેન્ટિલેટરો વાપી ઇએસઆઇસી હોસ્પિટલમાં લાવવા જોઇએ. આ માટે રજૂઆતો થઇ હોવાની માહિતી મળી રહી છે.

દર્દીના ઓબ્ઝર્વેશન બાદ દાખલ કરે છે
હાલ જે દર્દીને કોઇ સુવિધા મળતી નથી તેમને ઓક્સિજનની સુવિધા આપીએ છીએ. કોરોનાના ઓછા લક્ષણોવાળા દર્દીનું ઓબ્ઝવેર્શન કરવામા આવે છે. જેમને દાખલ કરવાની જરૂર છે તેમને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. નકકી કરેલા માપદંડોના આધારે સારવાર આપવાનું નકકી કરાયુ છે. > ડો.એચ.પી.સિંગ, નોડલ ઓફિસર, વાપી ESIC હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો