કામગીરી:સંસ્કૃતના પ્રખર વિદ્વાન- વેદોના અભ્યાસના હિમાયતી પંડિત સાતવળેકરની 101 વર્ષની યાદોને મ્યુઝિયમમાં આવરી લેવાશે

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડી સ્વાધ્યાય મંડળના વેદમંદિરમાં પંડિત સાતવળેકર મ્યૂઝિયમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ઔંધના શાસકના નિમંત્રણથી 1918માં પંડિતજી ઔંધ ગયા અને 1948 સુધી ત્યાં રહ્યા હતાં. મહાત્મા ગાંધીની હત્યા પછી થયેલાં રમખાણોને લીધે તેમણે 81 વર્ષની ઉંમરે ઔંધ છોડીને વલસાડ જિલ્લાના પારડીમાં આવીને રહ્યા હતા. અહી તેમણે જમીન ખરીદી, ઘર બંધાવ્યું અને તેને વેદમંદિર નામ આપ્યું હતુ. પારડી સ્વાધ્યાય મંડળના આ વેદ મંદિરમાં હવે પંડિત સાતવળેકરનું મ્યૂઝિયમ બનાવામાં આવી રહ્યું છે. જેમાં તેમની 101 વર્ષની યાદોને આવરી લેવામાં આવશે.

પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદોના અભ્યાસના હિમાયતી હતા. તેમણે મહારાષ્ટ્રના ઔંધમાં 1918માં વેદો, ઉપનિષદો વગેરેના તલસ્પર્શી અભ્યાસ વાસ્તે વૈદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા સ્વાધ્યાયમંડળ શરૂ કર્યું હતું. સામાન્ય જનતા વાંચી શકે તે માટે વૈદિક સાહિત્ય ઘણી ઓછી કિંમતે આપવાનો તેમણે ઉદ્દેશ રાખ્યો હતો. સંસ્કૃતના શિક્ષણ વિશેનાં તેમનાં પુસ્તકોની ત્રીસ કરતાં વધારે આવૃત્તિઓ થઈ છે.તેઓ સ્વાધ્યાયમંડળ તરફથી વેદપરિચય, વેદપ્રવેશ, વેદપ્રજ્ઞા,વેદપારંગત વગેરે પરીક્ષાઓ લેતા હતાં.

ત્યારે પંડિતજીની 101 વર્ષની યાદોને તાજા કરવા પારડી સ્વાધ્યાય મંડળ સંચાલિત વેદમંદિરમાં સંસ્કૃતિનું સંવર્ધન અને વેદ ઉપનિષદ નો પ્રચાર કરનાર પંડિત સાતવળેકરજીનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે.જેની કામગીરીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.

પારડી સ્વાધ્યાય મંડળના ટ્રસ્ટી રાજેશ રાણાએ જણાવ્યું હતું કે પંડિતજીના જીવન ચરિત્રય અંગે લોકોને સંપૂર્ણ માહિતી મળે તેવા ઉદેશ્ય સાથે મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સંસ્કૃત અને વેદોના પ્રખર વિદ્રાન પંડિતજીની 101 વર્ષની યાદોને મ્યૂઝિયમમાં આવરી લેવામાં આવશે. ડિસ્પ્લે ફોટા, પેઇટિંગ, લેખો, જુના ફોટા સહિત 1918થી લઇને તેમના જીવનની તમામ માહિતી મ્યૂઝિયમાં જોવા મળે તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

વૈદિક રાષ્ટ્રગીતાના રચિયતા પણ પંડિતજી હતા
પંડિતજીએ ચાર વેદોનું ભાષાંતર કર્યુ છે. યજૂર્વેેદની સંવિહતા પણ તેમણે લખી છે. વૈદિક રાષ્ટ્રગીતાના રચિયતા પણ તેઓ હતાં. તેમને અંગ્રેજોએ જેલમાં પણ મુક્યા હતાં.ભારત સરકારે પ્રદ્મભુષણ એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યા હતાં. સંસ્કૃત અને વેદો માટે તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. આજે પણ લોકો તેમને યાદ કરે છે.- ભાવેશભાઇ જોષી, નિયામક ,સંસ્કૃત પાઠશાળા, પારડી

અન્ય સમાચારો પણ છે...