અકસ્માત:બલીઠા પાસે મોપેડને વાહને ટક્કર મારતા માતાનું ગંભીર ઇજાને લઇ સ્થળ ઉપર જ મોત

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ સવાર પુત્ર-પુત્રવધુનો બચાવ થયો

વાપી નજીકના બલીઠા હાઇવે ઉપર રવિવારે રાત્રિએ એક અજાણ્યા વાહને પાછળથી મોપેડને ટક્કર મારતા મોપેડ ઉપર સવાર ત્રણ ઇસમો નીચે પટકાયા હતા જેમાં એક મહિલાનુ઼ ગંભીર ઇજાને લઇ સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે પુત્ર અને પુત્રવધુને સામાન્ય ઇજા પહોંચી હતી.

પારડીના રોહિણાગામે મંદિર ફળિયામાં રહેતા ધનેશ રાજેશભાઇ હળપતિ, તેમની પત્ની ઇશા અને માતા ભારતીબેન સાથે દમણના ડાભેલમાં રહેતા મામાને ત્યાં ગયા હતા. રાત્રીએ આઠેક વાગ્યાના સુમારે જમી પરવારીને ત્રણેય મોપેડ નંબર જીજે 15 બીકે 3704 ઉપર ત્રિપલ સવારી બેસીને રોહિણા ઘરે પરત આવી રહ્યા હતા.

આ દરમિયાન વાપી બલીઠા હાઇવે સ્થિત ટોયેટા શોરૂમની સામે મુંબઇ તરફથી પૂરઝડપે આવી રહેલા એક વાહને મોપેડને ટક્કર મારી હતી. મોપેડ ઉપર સવાર 40 વર્ષીય માતા ભારતીબેનને ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે પુત્ર ધનેશ અને તેમની પત્ની ઇશાને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...