તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબ પરિવાર મુસીબતમાં:અચ્છારી ગામે 15 વર્ષ જૂના ઇન્દિરા આવાસને સામે ચોમાસાએ ખાલી કરવાની નોટિસ ફટકારી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત અને સરકારે મકાન બનાવ્યા બાદ અચાનક યાદ આવ્યુ કે,આ ગૌચરની જમીન છે

ઉમરગામના અચ્છારી ગ્રામ પંચાયતની હદમાં નવી નગરીમાં ઇન્દિરા આવાસમાં બનેલા મકાનમાં સોલંકી પરિવાર છેલ્લા 15 વર્ષથી રહેતું આવ્યું છે. જોકે, હવે તંત્ર અને ગ્રામ પંચાયત ગૌચરણ જમીનમાં બનેલા મકાનને ખાલી કરવાની નોટિસ બજાવતા સામે ચોમાસાએ ગરીબ પરિવાર માટે આભ તૂટી પડ્યું છે. મકાન બચાવવા માટે હાલ પિતા અને પુત્રી કલેકટર કચેરીથી લઇને સરકારી વિભાગમાં ધક્કા ખાઇ રહ્યા છે.

કરમબેલા સ્થિત અચ્છારીમાં નવીનગરીમાં સરકારી જમીનમાં વર્ષ 2006માં પંચાયતે ઇન્દિરા આવાસ યોજનામાં મનોજ હરગોવિંદ સોલંકીના પિતાને મકાન બનાવી આપ્યું હતું. સામાન્ય વાળંદનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મનોજ સોલંકીનો પરિવાર આ મકાનમાં છેલ્લા 15 વર્ષથી રહે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઉમરગામ તાલુકા પંચાયત અને અચ્છારી ગ્રામ પંચાયત મનોજ સોલંકીને આ મકાન ખાલી કરવા માટે નોટિસ પાઠવતા ગરીબ પરિવાર મુસીબતમાં મુકાયો છે.

બીજી તરફ ચોમાસાના સિઝનની શરૂઆત ગમે ત્યારે શરૂ થઇ શકે એમ છે, એવા સંજોગમાં આ પરિવાર માટે ક્યા આશરો લેવો એ સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે. પંચાયત હવે ગૌચરણની જમીનમાં મકાન બનાવી ન શકાય એવું જણાવીને સામા ચોમાસે ગરીબ પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. આ મુદ્દે સોમવારે મનોજ સોલંકી અને તેમની પુત્રી કલેકટર અને ડીડીઓને રૂબરૂ મળી રજૂઆત કરી છે.

આટલા વર્ષો રહ્યાં, હવે ગેરકાયદે કેવી રીતે
મારા દાદા પાસે ઘર ન હોવાથી 15 વર્ષ અગાઉ પંચાયતે સરકારી જમીનમાં ઇન્દિરા આવાસમાં આ મકાન બનાવ્યું છે. ચોમાસું નજીક છે એવા સંજોગમાં હવે અમે બાળકોને લઇને ક્યા જઇએ એ પણ મોટો પ્રશ્નાર્થ છે.> રૂપલ સોલંકી, પીડિતા - અચ્છારી રહીશ

અન્ય સમાચારો પણ છે...