હેરાનગતિ:વાપીના નવા ફલાય ઓવરબ્રિજને ટૂંકો કરવા મંત્રીને રજૂઆત કરાશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી ડિઝાઇનમાં પૂર્વ-પશ્ચિમમાં બ્રીજની લંબાઇ વધુ છે
  • લંબાઇ વધુ હોવાથી વેપારીઓ-સ્થાનિકોને હેરાનગતિ થશે

વાપી ટાઉનમાં પૂર્વ પશ્ચિમમાં નાના મોટા વાહનો માટે અવરજવર માટે 25 વર્ષથી પણ વધુ જુના 1100 મીટર લાંબા ફલાય ઓવર બ્રિજને તોડીને નવા બનાવવાની કામગીરી થોડા સમયમાં શરૂ થવાની છે. ત્યારે નવો બ્રિજ ફોરલેન બનાવવા અને બ્રિજની લંબાઈ ટૂંકી રાખવા માટે સ્થાનિક રહીશો અને વેપારીઓની માગ છે. વેપારીઅોએ પારડી ધારાસભ્ય અને નાણામંત્રીને રજૂઆત કરવાની તૈયારી કરી છે. વાપી ટાઉનમાં 1997-1998માં જુના રેલવે ફાટક ઉપર 1100 મીટર લાંબો ટુ લેન ફલાય ઓવરબ્રિજ 8 કરોડના ખર્ચે તૈયાર થયો હતો.

જોકે આ બ્રિજની લંબાઈ વધુ હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે .વાપી ટાઉન તેમજ દમણના ઔદ્યોગિક વિસ્તારમાં હજારો વાહનોનું ભારણ વધુ હોવાથી બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાતો રહે છે. એટલુંજ નહિ આ બ્રિજ ને 23 વર્ષ થતાં જર્જરિત થઇ ચુક્યો છે. આ બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવાની માગ હતી .

જે પારડી ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઇ દેસાઇની રજૂઆતના કારણે સરકારે મંજુરી આપી છે. આ નવા ફ્લાય ઓવરબ્રિજ પૂર્વમાં છેક ઇમરાન નગર સુધી અને પશ્રિમમાં પણ સગાકાસા સુધી લંબાવાની કવાયતને લઇ સ્થાનિક જનતા અને વેપારીઓમાં કચવાટ છે. આ બાબતે સ્થાનિક આગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી તેમજ ધારાસભ્ય કામ નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...