• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • The Meeting Turned Into A Riot With The Opposition Taunting The Pardi Municipal President And CO On Issues Including Missing Paver Block, Recruitment Of Workers, Pressure.

સભ્ય-સીઓ વચ્ચે તુતુ મેમેના દશ્યો:પેવર બ્લોક ગાયબ, કર્મીઓની ભરતી, દબાણ સહિતના મુદે વિપક્ષે પારડી પાલિકા પ્રમુખ અને સીઓને ભીસમાં લેતા સભા તોફાની બની

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભાની શરૂઆતથી અંત સુધી ગત સભામાં કરાયેલા નિર્ણય પછી શું કાર્યવાહી થઇ તે અંગે પ્રશ્નોનો મારો ચાલ્યો,શાક્ષક પક્ષના સભ્ય-સીઓ વચ્ચે તુતુ મેમેના દશ્યો સર્જાયા

પારડી પાલિકાના વર્તમાન શાસકોની શનિવારે મ‌ળેલી લગભગ અંતિમ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ અને સીઓ સમક્ષ પ્રશ્નોની વણઝાર લાગી ગઇ હતી. વિપક્ષના સભ્યોએ નવા રોડ બાદ કાઢી નાખવામાં આવેલા પેવર બ્લોક ગાયબ, સ્ટાફની ભરતી,સીસી ન આપવી, તળાવની પાળ પર દબાણો, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન, ગેરકાયદે ટાવર સહિતના મુદે પાલિકા પ્રમુખ અને સીઓને ભીસમાં લેવામાં આવતાં સભા તોફાની બની હતી. સભા શરૂઆતથી અંત સુધી ગત સભાની કાર્યવાહીમાં કરાયેલા ઠરાવો અને નિર્ણયોનો અમલ કેમ ન થયો તે અંગે સભ્યોએ હૈયાવરાળ ઠાલવી હતી.

પારડી પાલિકા પ્રમુખ હસમુખભાઇ રાઠોડની અધ્યક્ષતામાં શનિવારે સવારે 11.30 કલાકે ચીફ ઓફિસર પ્રાચીબેન દોષીની હાજરી વચ્ચે સામાન્ય સભા મળી હતી. સભાની શરૂઆતમાં જ કર્મચારીઓની ઘટ અંગે ઉગ્ર રજૂઆત થઇ હતી. વિપક્ષના સભ્ય ગુરૂમુતિસિંહ ચાંડોર, શાસક પક્ષના નેતા દેવેન શાહે ટાઉન પ્લાનર અને બાકી જગ્યા માટે તાત્કાલિક ભરતીની પ્રક્રિયા હાથ ધરવા માગ કરી હતી.

આ મુદે સીઓએ જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર મુજબ આ કામગીરી ચાલી રહી છે. વિપક્ષના સભ્ય બિપિન પટેલ,દિલિપ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિનો વેરો બાકી હોય તો મિલકત સિલ મારવામાં આવે છે મોટા બિલ્ડરનો વેરો બાકી છે તેની સામે કોઇ કાર્યવાહી નહિ.

આકરણી પણ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો કરાયા હતાં. વોટર એટીએમ, તળા‌વની પાળ પર લીમડાના ઝાડો કાપવા, તળાવ કિનારે દબાણો, ડમ્પિંગ સાઇડમાં ગેરકાયદે અન્ય ગામો દ્વારા કચરાનો નિકાલ સહિતના મુદે વિપક્ષ અને કેટલાક શાસક પક્ષના સભ્યોએ પ્રમુખ અને સીઓને ભીસમાં લેતા સભા તોફાની બની હતી. આ ઉપરાંત સભામાં થતી ચર્ચા, ઠરાવો અને નિર્ણયનો કોઇ અમલ જ ન કરાતો હોવાનો સભ્યોએ સભામાં બળાપો ઠાલવ્યો હતો.પેવર બ્લોક ચોરીના આક્ષેપો વિપક્ષે કયા હતા. આ મુદે શાસક પક્ષના સભ્ય રાજેશ પટેલે જણાવ્યું હતું કે હવે પેવર બ્લોક કાઢવા અંગે સખત નિયમો બનાવાશે. સ્થાનિક સોસાયટીને પ્રાધાન્ય અપાશે. કોઇ ચોરી કરશે તો પોલીસ ફરિયાદ કરવાની પણ ચર્ચા સભામાં કરવામાં આવી હતી.

ફરી સીઓ અને અલી અંસારી વચ્ચે રકઝક
પારડી પાલિકાના ભાજપના સભ્ય અલી અંસારી અને ચીફ ઓફિસર પ્રાચી દોષી વચ્ચે અગાઉ કોઇ મુદે બોલાચાલી થઇ હતી. ફરી શુક્રવારે અલી અંસારીએ ગેર વતૂર્ળક મુદે સસ્પેન્ડ કરવાની ચિમકી અંગે ઉગ્ર રજૂઆત કરતાં સભા તોફાની બની હતી. જયારે પાલિકાના સભ્ય દિલિપ પટેલે મારો પ્રશ્નના જવાબ સીઓ જ આપે તેવું જણાવ્યું હતું. ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે એવું જરૂરી નથી કે તમે કહો એટલે જવાબ આપવો.પ્રમુખ કહેશે તો હું જવાબ આપીશ.
શહેરના હિતની વાત કરવા સભામાં ટકોર
તોફાની બનેલી સભામાં વિપક્ષના સભ્યોએ શહેરના હિતમાં નિર્ણય લઇ પાલિકાને આવક થાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. પારડીમાં બિરસા મુડાંના સર્કલ માટે આગળની પ્રક્રિયા પૂર્ણ કરવા પાલિકા પ્રયાસ કરશે એવું પાલિકા સભ્ય રાજેશ પટેલે જણાવ્યું હતું. જો કે વિપક્ષના સભ્ય બિપિન પટેલે વાપી, ધરમપુર અને વલસાડના ઉદાહરણો આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...