તપાસ:વાપીમાં કુહાડીથી યુવકની હત્યા કરનાર હજી ફરાર

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી વતને ન ગયો, અન્ય રાજ્યમાં છુપાયાની શક્યતા‎

વાપી ચારરસ્તા પર ચા પીતા યુવક ઉપર કુહાડીથી વાર કરી હત્યા કરવામાં પોલીસે પિતા અને બે પુત્રની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. જે વતને ન જઇ અન્ય રાજ્યમાં છુપાયા હોવાની શક્યતા હોઇ શકે છે. 4 ડિસેમ્બરે સલમાન ઉર્ફે રહેમાન અલી શેખ ઉ.વ.33 રહે.હરિયા પાર્ક સોલીટર બિલ્ડીંગમાં વાપી જીઆઇડીસી ચારરસ્તા પાસે આવેલ બોસ્ટન ટી પાર્ટી નામની દુકાનમાં ચા પી રહ્યો હતો. તે સમયે આરોપી મહમદ સઇદ ઉર્ફે ઇફ્તીખાર અચાનક દુકાનમાં પહોંચી તેના માથા અને પગ ઉપર કુહાડીથી અનેક ઘા કરી ફરાર થઇ ગયો હતો.

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા સલમાને દમ તોડી દેતા પોલીસે આરોપી પિતા મહમદ અનવર મહમદ ઇબ્રાહીમ શેખ તથા કુહાડી મારનાર સઇદ અને નાના પુત્ર જે બાળકિશોર છે ની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પિતા અને બાળકિશોરની દમણગંગા નદી નજીકથી ધરપકડ કરાઇ હતી. વતનમાં સલમાને હત્યા કરનાર સઇદની માતા સાથે ઝઘડો કરી માર મારતા ઉશ્કેરાઇને આ હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસ મુખ્ય આરોપી સઇદ શેખની શોધખોળમાં છે. તપાસમાં હત્યા કર્યા બાદ તે વતન યુપી ખાતે પણ ન ગયા હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...