તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:પારડી પાલિકાના વિપક્ષના નેતાની હવે જાહેરાત થશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાજેતરમાં તાલુકા પંચાયતો,પાલિકા અને જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતાઓની જાહેરાત કરી દીધી છે, પરંતુ પારડી પાલિકાના વિપક્ષના નેતાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના મતે થોડા દિવસોમાં ત્રણ નામો પૈકી એક નામની જાહેરાત કરાશે. આમ હવે પારડી પાલિકામાં કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા કોણ બનશે તેની અટકળો શરૂ થઇ ગઇ છે. પારડી પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સહિત નવી સમિતિની રચના થઇ ચુકી છે.

પાલિકામાં બાકી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદેદારોએ કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ હજુ સુધી પાલિકામાં વિપક્ષના નેતાના નામની જાહેરાત થઇ નથી. આ માટે ત્રણ નામો ચર્ચામાં છે. જેમાં વર્તમાન વિપક્ષના નેતા બિપિન પટેલ, ગુરૂમિતસિંહ ચાંડોક,નરેશ જાેગીના નામનો સમાવેશ થાય છે. જો કે અન્ય કોંગ્રેસના સભ્યએ પણ વિપક્ષના નેતાની દાવેદારી કરી છે. આ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યુ હતું કે થોડા દિવસોમાં વિધિવત પારડી પાલિકાના વિપક્ષના નેતાની જાહેરાત કરવામાં આવશે. ત્રણથી ચાર નામોમાંથી એક નામ પર ફાઇનલ કરી જાહેરાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...