તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થર્ટી ફર્સ્ટ માટે દારૂ લઇ જતું કામરેજનું દંપતી ઝડપાયું

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસે કાર સહિત દારૂ અને બિયરની 64 બોટલ કબજે લીધી હતી

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે દારૂ લઇ જનારાને ઝડપી પાડવા માટે પોલીસે સંઘપ્રદેશના તમામ નાકા ઉપર ચાંપતો પોલીસ બદોબસ્ત ગોઠવી દીધો છે. રવિવારે રાત્રે ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરમખલ ચેકપોસ્ટ ઉપરથી સુરતનું દંપતી કારમાં દારૂ લઇ જતા ઝડપાયું હતું. ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કમરખલ નહેર નજીક પોલીસ રવિવારે રાત્રીએ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે સેલવાસ તરફથી આવતી કાર નંબર જીજે 05 સીએલ 2612ને આંતરીને તપાસ કરતા તેમાંથી બિયર અને દારૂની 64 બોટલ મળી આવી હતી. કારમાં સવાર દંપતી મિલનકુમાર અશ્વિનભાઇ મિસ્ત્રી અને તેમની પત્ની જીનલને પોલીસે દારૂના જથ્થા સાથે અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં દંપતી દારૂનો આ જથ્થો થર્ટ ફર્સ્ટની ઉજવણીમાં તેમના મિત્ર અને સંબંધીઓને પીવડાવવા માટે લઇ જતા હતા. પોલીસે 1 લાખની કાર અને 26 હજારનો દારૂ મળી કુલ 1.33 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો