કામગીરી:આખરે વાપીના ચંડોર ગામમાં સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન ઉકેલાયો

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3.60 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી શરૂ

વાપીના ચંડોર ગામમાં 15માં નાણાપંચમાંથી રૂ.3.60 લાખ રૂપિયા ખર્ચે ભંડારી સ્ટ્રીટથી કાછલ, નવીનગરી સુધીના આંતરીક રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચંડોર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલા ભંડારી સ્ટ્રીટ, તળાવ ફળિયું, માહ્નાવંશી ફળિયું, કાકરીશેરી, ભરવાડ ફળિયું, ચાલીવાડ, કોળીવાડ, કાછલ ફળિયું અને ચંડોર નવીનગરી વિસ્તારમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.3.60 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. સરપંચ રણજીતભાઈ પટેલ, તા.પં. સભ્ય ભાવિકાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્ય રાજેશ પટેલ, કેતન ભંડારી, અરવિંદ દત્તુભાઈ નાયકા, અગ્રણી તરીકે સુમનભાઈ નરસિંહભાઈ, નટુભાઈ જગનભાઈ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સ્ટ્રીટ લાઇટનું ઉદઘાટન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...