અનેક પ્રશ્રો ચર્ચાયા:વાપી જીપીસીબીના ઓપન હાઉસમાં 91 એકમોને એક્સપાન્સનનો મુદો ઉઠયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂલ્સ-9 માટે કમિટિ રચવા, વીઆઇએમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવા સહિતના પ્રશ્રો ચર્ચાયા

વાપી વીઆઇએ ખાતે જીપીસીબી દ્વારા ઓપન હાઉસમાં જીપીસીબીના હરિશ ગામિત, વિવેક ત્રિવેદી, વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલની ઉપસ્થિતિમાં જીઆઇડીસી એસ્ટેટના ઉદ્યોગપતિઓએ પોતાના પ્રશ્રો રજુ કર્યા હતાં. લઘુ ઉદ્યોગ ભારતીના શરદ ઠાકરે 91 એકમોના એક્સપાન્સનનો મુદો ઉકેલવા જણાવી કહ્યું હતું કે અગાઉ સુપ્રિમકોર્ટમાં સેપી ઇન્ડેક્ષ અંગે સુનાવણી થઇ હતી.

જેમાં વાપીનો સેપી ઇન્ડેક્ષની સ્થિતિ સારી ન હતી. જેથી તેને ગંભીરતાથી લેવી જોઇએ. માજી વીઆઇએ પ્રમુખ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સારુ પરિણામ વાપીનો સીઇટીપી આપી રહ્યો છે. જેથી પ્રોત્સાહન મળે તેવું આયોજન કરવું જોઇએ. રૂલ્સ -9 અંગે કમિટિ બનાવી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઇએ. નહિતર સમય નિકળી જશે. વીઆઇએમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવાનું સૂચન કર્યુ હતું. ગ્રીન એન્વાયરોરોના ડિરેકટરો,વીઆઇએના હોદેદારો અને વાપીના ઉદ્યોગકારો હાજર રહ્યાં હતાં.

ચોમાસામાં બિલખાડીમાં કલરવાળુ પાણી ન આવવું જોઇએ
જીપીસીબીના અધિકારીઓએ વાપીના ઉદ્યોગકારોને એકમ બહાર સીસીટીવી કેમેરા રાખવા જણાવ્યું હતું. ચોમાસામાં બિલખાડીમાં કલરવાળું પાણી આવવું જોઇએ નહિ. ચોમાસામાં સોલિડ વેસ્ટ ખુલ્લામાં રાખવો નહિ. વરસાદ સમયે કોઇ લિકેજ રાખવું નહિ.

અન્ય સમાચારો પણ છે...