ઇન્ડોનેશિયાના જનરલ કોન્સ્યુલેટના પ્રતિનિધ મંડળે મંગળવારે સંઘપ્રદેશ દમણની મુલાકાત કરીને છેલ્લા ત્રણેક વર્ષમાં થયેલા વિકાસીય કાર્યો ખાસ કરીને દરિયા કિનારે પર્યટકો માટેના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ઇન્ડોનેશિયાથી આવેલી જનરલ કોન્સ્યુલેટની ટીમે ત્યારબાદ સંઘપ્રદેશના પ્રશાસકની પણ મુલાકાત કરીને ભવિષ્યના વિઝનની ચર્ચા કરી હતી.
રીપબ્લિકન ઓફ ઇન્ડોનેશિયાના કોન્સ્યુલેટ પ્રતિનિધિ મંડળના જનરલ કોન્સ્યુલ આગુસ સપ્તોનો, ઇકોનોમિક્સ કોંન્સ્યુલ તોલહ ઉબૈદી, સેક્રેટરી હિલ્યાહ અમેલિયા તથા પ્રોટોકોલ કાઉન્સિલર રાજેશ હાજર રહ્યા હતા. ઇન્ડોનેશિયાથી આવેલી ટીમને પ્રદેશના વિકાસ કાર્યો વિશે વિગતવાર સમજણ આપી હતી. આગુસ સપ્તાનોએ પ્રશાસક પ્રફુલ પટેલને સ્મૃતિ ભેટ આપી હતી. જ્યારે પ્રશાસકે સંઘપ્રદેશમાં 1000 દિવસમાં કરવામાં આવેલા કાયાકલ્પ ઉપર આધારિત પુસ્તક ભેટ આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.