શોકની લાગણી:પારસીઓના પવિત્ર તીર્થસ્થળ ઉદવાડા ગામના વિકાસમાં મિસ્ત્રી પરિવારનું મહત્વનું યોગદાન

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલ, આતશ બહેરામ રિનોવેશન, ઉદવાડા ઉત્સવમાં પણ તેમનો સિંહફા‌ળો હતો

વિશ્વભરના પારસીઓ પવિત્ર સ્થળ ઉદવાડા ગામમાં પારસીઓની અવર-જવર રહે છે.રવિવારે આતશ બહેરામના દર્શન કરી પરત મુંબઇ જઇ રહેલા સાયરસ મિસ્ત્રીનું પાલઘર નજીક અકસ્માતમાં મૃત્યુ થતાં પારસી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર સાયરસ મિસ્ત્રીના પરિવારનું(પી.પી.મિસ્ત્રી) ઉદવાડા ગામના વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે. સ્કૂલનું નિર્માણ,આતશ બહેરામનું રિનોવેશન ,દર બે વર્ષે યોજાતા ઉદવાડા ઉત્સવ સહિતના પ્રોજેક્ટોમાં તેમનો સિંહફાળો રહ્યો છે.

આ ઉપરાંત સાયરસ મિસ્ત્રી અને તેમના પિતાના ઉદવાડા ગામમાં અનેક મિત્રો આજે પણ છે. શેઠ પિરોજશા પાલનજી મિસ્ત્રી હાઇસ્કૂલમાં 70 લાખનું દાન અંગ્રેજી માધ્યમ સ્કૂલનું નિર્માણ કરાયું છે.પારસી સમુદાયનો દર બે વર્ષે ડિસેમ્બરમાં યોજાતા ઉદવાડા ઉત્સવ કાર્યક્રમમાં લાખો રૂપિયાનું દાન કર્યુ હતું. આ સાથે પારસી સમુદાયનું વિશ્વનું મુખ્ય પવિત્રધામ પાક ઇરાનશાહની ઇમારતને પારસી સંસ્કૃતિ મુજબ જાળવણી કરી રિનોવેશન (મરામત)માં પણ મિસ્ત્રી પરિવારનું મહત્વનું યોગદાન છે. ઉદવાડા પી.પી. મિસ્ત્રી સ્કૂલમાં સોમવારે વિદ્યાર્થીઓએ સ્વ. સાયરસ મિસ્ત્રીને શ્રધ્ધાંજલિ આપી હતી.

પાલનજી મિસ્ત્રીનું પણ થોડા મહિના અગાઉ જ નિધન થયું હતુ
વર્ષોથી ઉદવાડા ગામ સાથે નાતો ધરાવતાં પાલનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રી છે. પાલનજી મિસ્ત્રીનું પણ થોડા મહિના અગાઉ જ નિધન થયુ હતું.પારસી સમુદાયના આગેવાનોના મતે ઉદવાડા ગામમાં શાપુરજી પાલનજી ગૃપનું બહુ મોટુ યોગદાન છે. પારસી સમુદાયના આગેવાનોના મતે સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોતથી પારસી સમુદાયને મોટી ખોટ પડી છે.

છેલ્લે મિસ્ત્રીએ ચંદનની લાકડી ખરીદવા ગયા હતા
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મુંબઈ નજીક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતુ. જે પૂર્વે સાયરસ મિસ્ત્રી ઉદવાડા ગામથી પરત ફરી રહ્યા હતા. તેઓ અહીં પારસી સમુદાયના મોટા ધાર્મિક સ્થળની મુલાકાત લેવા ગયા હતા. આતશ બહેરામની બહાર આવેલી દુકાનમાં સાયરસ મિસ્ત્રી ચંદનની લાકડી ખરીદવા ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...